🔥 TRENDING Air India Express suspends Delhi‑Patna... Haryana Police Suspend Two Officers Ov... Haryana Regulator Suspends DISCOM Over... Sitharaman Rebukes Opposition Over UPI... 7-year-old dies in Jalandhar private h... પાટણ જિલ્લા પોલીસ દ્વારા “સેવા સંકલ્પ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટડી-લખતર-લીમડી નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન
Local

પાટડી-લખતર-લીમડી નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન

✍️ Reporter: Kureshi Rafikbhai 🗓 30 Jul 2026, 11:44 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટડી-લખતર-લીમડી નળકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણી આવતા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે, જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

પાટડી-લખતર-લીમડી નળકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી વધુ પ્રમાણમાં પાણી આવવાથી અનેક ગામોના રસ્તા ઉપરથી ત્રણથી ચાર ફૂટ પાણી ઓવર ટોપીંગ થતા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. આ સ્થિતિને કારણે રહેણાકના નિચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે ઘરવખરી નાશ પામી છે. કાચા મકાનો પણ ધરાશાય થયા છે.

આ વિસ્તારમાં 70% ગામોના ખેતરમાં પાણી ભરાઈ જતા ઉભા પાક બળી ગયા છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાતા ઉપલબ્ધ ઘાસચારો નાશ પામ્યો છે, જેના કારણે પશુ માલ ઢોરને ઘાસચારો મળતો નથી. આ સ્થિતિને ધ્યાને રાખીને સરકારી ગોડાઉનમાંથી ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

વિધાનસભા મતવિસ્તાર લખતર-પાટડી-લીંબડી નળકાંઠા વિસ્તારમાં રહેણાંકના મકાનોના નુકસાન અને ખેડૂતના ખેતરોના પાકના નુકસાનના સર્વે કરાવી, લોકો રાહત-સહાયની માંગ કરી રહ્યા છે.
📲Get App