🔥 TRENDING নয়াগ্রাম বিধান সভার বলদি স্কুলে ভারতী... Air India Flight Declares Emergency La... US diplomat quietly expelled from UK a... જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી નળ સ... Mumbai Court Sentences Man to 1-Year J... Ganesh Idol Falls on Devotees During N...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગની રીવ્યુ બેઠક યોજાઇ

છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગની રીવ્યુ બેઠક યોજાઇ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Jul 2026, 09:04 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગની રીવ્યુ બેઠક યોજાઇ
------
જિલ્લાના શૈક્ષણિક પરિણામો અને ભૌતિક સુવિધાઓની સુસજ્જતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા - રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી
------
છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના સંકલન હોલ ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગની રીવ્યુ બેઠક યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શૈક્ષણિક કામગીરી, માળખાકીય સુવિધાઓ તેમજ શૈક્ષણિક યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીએ જિલ્લાના તમામ તાલુકાઓમાં 'શાળા ગુણોત્સવ' અને 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' અંતર્ગત શાળાઓની સ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરી હતી. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આદિવાસી અને છેવાડાના વિસ્તારોના બાળકો પણ ગુણવત્તાસભર શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની પ્રાથમિક જવાબદારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની છે. તેમણે શાળાઓમાં બાળકોના પાયાના શિક્ષણ જેવા કે વાંચન, લેખન અને ગણન માં કોઈ કાચપ ન રહે માટે વિશેષ ધ્યાન આપવા તાકીદ કરી હતી.

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ડિજિટલ ક્લાસરૂમ, પીવાના શુદ્ધ પાણી, શૌચાલયો અને વીજળી જેવી પાયાની સુવિધાઓની સમીક્ષા કરી હતી. શાળા છોડી ગયેલા બાળકોને શોધીને તેમને પુનઃ શાળાના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ, સીઆરસી, બીઆરસી અને શિક્ષકોએ સઘન સર્વે હાથ ધરવો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી ડ્રોપ આઉટ રેશિયો નહિવત્ કરવા તમામ અધિકારીઓને સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વેશ્રી અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, BRC-CRC કો-ઓર્ડિનેટર્સ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) છોટાઉદેપુર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઇન્સ્પાયર એવોર્ડમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને જિલ્લો ગૌરવન્વિત થયો છે. બોડેલી ખાતે આયોજિત રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં પણ બાલવાટિકાના બાળકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ડાયટ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ૬૦૦ શિક્ષકોને AI અને ICT ની આધુનિક તાલીમ, 'પારખ' (PARAKH) અંતર્ગત તાલીમ, પ્રાથમિક-હાઇસ્કૂલના આચાર્યો માટે લીડરશીપ તાલીમ તેમજ 'ઇનોવેશન ફેસ્ટિવલ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વર્ષ ૨૦૨૬-૨૭ ના આયોજન સંદર્ભે પાયાના વાંચન-લેખન-ગણન, પારખ સર્વેક્ષણ, શાળા કક્ષા માટે કમ્પ્યુટર અભ્યાસક્રમ બુકનું નિર્માણ અને શૈક્ષણિક સાહિત્યના કડક અમલીકરણ પર ભાર મુકાશે
📲Get App