🔥 ट्रेंडिंग जयरामनगर रेलवे स्टेशन पर गांजा तस्करी... इरुमुडी ने दिन 25 को 2.50 करोड़ कमाए,... *हिंदी मातृभाषा एवं सांस्कृतिक एकता की... આરએસએસ નેતા મોહન ભાગવત અને આચાર્ય પુલક... First Look Poster of ‘Ganapati Bappa M... हनुमान अंश ने 200 करोड़ पार, छठे हफ्ते...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા ભારત ખાતેના યુક્રેનના રાજદૂત શ્રીયુત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક; આ દરમિયાન તેમણે સરદાર સરોવર ડેમનું અવલોકન કરી ભારતના વિકાસ, રાષ્ટ્રીય એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાન અંગે માહિતી મેળવી...
टेक्नोलॉजी

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 जुल. 2026, 02:55 PM 👁 44
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા ભારત ખાતેના યુક્રેનના રાજદૂત શ્રીયુત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક; આ દરમિયાન તેમણે સરદાર સરોવર ડેમનું અવલોકન કરી ભારતના વિકાસ, રાષ્ટ્રીય એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાન અંગે માહિતી મેળવી...

આ મુલાકાત દરમિયાન શ્રીયુત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા, તેની પરિકલ્પના અને તેમાં સમાયેલ રાષ્ટ્રીય એકતાના સંદેશની પ્રશંસા કરી અને જણાવ્યું કે અહીં આવીને ભારતની એકતા અને વિકાસની ભાવનાને નજીકથી અનુભવવાનો અવસર મળ્યો...

શ્રીયુત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુકે નોંધપોથીમાં પોતાના પ્રતિભાવમાં નોંધ્યું કે, "નમસ્તે! હું સ્ટેચ્યુ ઑફ યુનિટીથી ખૂબ જ પ્રભાવિત છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના લોકોની અદ્ભુત સિદ્ધિ અને ભારતની એકતાનું મહાન પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના બદલ વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર અને અભિનંદન પાઠવું છું."

#StatueOfUnity
📲Get App