🔥 TRENDING સુરતમાં ખાડીપૂરના કારણે બસ સેવા માં ભા... PM SHRI SAGES Lakhanpur में वृक्षारोपण... Deputy CM Harsh Sanghavi and Health Mi... ભરૂચ સેવાશ્રમ રોડ પર ભારે વરસાદથી ઘૂંટ... Congress Raises Four Key Questions Aft... Karnataka CM DK Shivakumar Criticises...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે

ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Jul 2026, 08:00 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે સીધી ભરતીથી નિમણૂક પામેલા નવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તાલીમાર્થીઓને તાલીમના પ્રથમ સપ્તાહ દરમિયાન અકાદમીના નાયબ નિયામક શ્રીમતી અર્પિતા પટેલ દ્વારા ઇન્ડોર તાલીમ અંતર્ગત પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે તાલીમાર્થીઓને તાલીમની રૂપરેખા, શિસ્ત, અભ્યાસક્રમ, પોલીસ અધિકારીની વ્યાવસાયિક જવાબદારીઓ, નૈતિક મૂલ્યો તથા સેવા અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત, તેમણે તાલીમાર્થીઓને ઉચ્ચ શિસ્ત, નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે તાલીમ પૂર્ણ કરી કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધ, સંવેદનશીલ અને કાર્યક્ષમ પોલીસ અધિકારી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરવા પ્રેરિત કર્યા*
📲Get App