🔥 ट्रेंडिंग પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ એ ગુરુ... નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ... ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસ... सीतापुर के सकरन क्षेत्र में भीषण सड़क... કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયત ના સ... ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની તારાજી...
28 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાટણના વાઘપુરા વિસ્તારની સરકારી સ્કૂલ માં વરસાદનું પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાટણના વાઘપુરા વિસ્તારની સરકારી સ્કૂલ માં વરસાદનું પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 28 जुल. 2026, 05:24 PM 👁 9
પાટણના વાઘપુરાની સ્કૂલમાં વરસાદનું પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી

છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાટણના વાઘપુરા વિસ્તારની સરકારી સ્કૂલ માં વરસાદનું પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્કૂલના મેદાન અને ક્લાસરૂમના બહારના ભાગમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં તકલીફ પડી રહી છે. વરસાદી પાણી સાથે ગંદકી ભળતા આરોગ્યને લઈને પણ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે દર વખતે વરસાદ પડે ત્યારે સ્કૂલમાં પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી.

વાલીઓ અને ગ્રામજનોએ તંત્રને વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને સ્કૂલની આસપાસ ગટર-ડ્રેનેજની સમસ્યા હલ કરવા માંગ કરી છે
📲Get App