🔥 ट्रेंडिंग इंदौर के खजराना गणेश मंदिर में सवा लाख... கொப்புடாரி அம்மன் திருக்கோவில் கும்பாப... पटना में सिगोरी थाने के हाजत में कैदी... पाकिस्तान के प्रधानमंत्री शेरबाज़ शरिफ... YSRCP ने नगर मंत्री नारायण पर 1200 करो... मंज़ूर नहीं, मौत की धमकी: मोनोज़ जारंग...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ

અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 जुल. 2026, 04:04 PM 👁 65
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ

આજ રોજ ધોળકા સર્કિટ હાઉસ ખાતે ધોળકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબના અધ્યક્ષસ્થાને, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા જિલ્લા કલેક્ટરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિની સમીક્ષા માટે અગત્યની બેઠક યોજાઈ.

બેઠકમાં અતિવૃષ્ટિ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, આરોગ્ય વિભાગ, વીજ વિભાગ, માર્ગ-મકાન વિભાગ સહિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક બજાવેલી કામગીરીની સરાહના કરવામાં આવી.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના કાર્યકર્તાઓ, સેવાભાવી સંસ્થાઓ તથા અસંખ્ય સ્વયંસેવકોએ દૂધ, પાણી, શાકભાજી, ભોજન સહિતની આવશ્યક સેવાઓ દ્વારા આપેલી નિઃસ્વાર્થ સેવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. મુશ્કેલ સમયમાં સમાજના દરેક વર્ગે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

ધારાસભ્યશ્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે હવે રાહત કામગીરી સાથે સફાઈ અભિયાનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. શહેરના દરેક વોર્ડમાં કાઉન્સિલરો તથા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં સફાઈ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવે.

બેઠકમાં નીચેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા:

• ખેડૂતો, વેપારીઓ અને રહેણાંક વિસ્તારોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ વહેલી તકે વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
• કાચા મકાનોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી નિયમ મુજબ સહાય આપવામાં આવે.
• જરૂરિયાતમંદ પરિવારોને કેશડોલ સહિતની તમામ રાહત સહાય ઝડપથી પહોંચાડવામાં આવે.
• જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ત્યાં કાયમી ઉકેલ માટે વૈજ્ઞાનિક અભ્યાસ સાથે એક્શન પ્લાન તૈયાર કરી તેનો સમયબદ્ધ અમલ કરવામાં આવે.
• ત્રાંસદ તથા ભેટાવાડા ગામોમાં વરસાદી પાણીના નિકાલ અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓના કાયમી નિવારણ માટે તાત્કાલિક આયોજન કરવામાં આવે.

જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકમાં જણાવ્યું કે NDRF અને SDRFની ટીમોએ મળીને 300થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે. ઉપરાંત આજથી જ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન, ફોગિંગ, ક્લોરિનેશન, મૃત પશુઓના નિકાલ અને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં તમામ જરૂરી રાહત સહાય તાત્કાલિક પહોંચાડવા તેમજ નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબે જણાવ્યું કે, "અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત દરેક નાગરિકને સરકારશ્રીની તમામ સહાય સમયસર મળે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે કાયમી આયોજન સાથે કામગીરી કરવામાં આવશે. જનતાની સુરક્ષા, સુવિધા અને કલ્યાણ અમારી પ્રથમ પ્રાથમિકતા છે."
📲Get App