🔥 TRENDING নয়াগ্রাম বিধান সভার বলদি স্কুলে ভারতী... Air India Flight Declares Emergency La... US diplomat quietly expelled from UK a... જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી નળ સ... Mumbai Court Sentences Man to 1-Year J... Ganesh Idol Falls on Devotees During N...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે નર્મદા જિલ્લાના રાજપીપળા-દેડિયાપાડા માર્ગ પર મોવી ગામ નજીક નિર્માણાધીન બ્રિજ અને ખૂંટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.
Local

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે નર્મદા જિલ્લાના રાજપીપળા-દેડિયાપાડા માર્ગ પર મોવી ગામ નજીક નિર્માણાધીન બ્રિજ અને ખૂંટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Jul 2026, 09:04 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘે રાજપીપળા-દેડિયાપાડા માર્ગ પર મોવી ગામ નજીક નિર્માણાધીન બ્રિજની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ગત સપ્તાહે ભારે વરસાદને કારણે બ્રિજના ડાયવર્ઝનને નુકસાન થતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. સ્થળ પર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા નિર્માણ એજન્સી પાસેથી માહિતી મેળવી કલેક્ટરશ્રીએ બાકી રહેલું કામ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરી વહેલી તકે બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવા, તેમજ બંને છેડે જરૂરી સાઇનેજ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

ત્યારબાદ કલેક્ટરશ્રીએ ખૂંટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ તબીબી સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા, દર્દીઓને મળતી સારવાર અને સ્વચ્છતાની સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા, સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા તેમજ ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ આરોગ્ય સેવાઓ જાળવી રાખવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીનો આ મેદાની અભિગમ રાજ્ય સરકારના 'જનસેવા એ જ પ્રભુ સેવા'ના ધ્યેયને સાકાર કરવા જિલ્લા વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
📲Get App