🔥 ट्रेंडिंग केवी स्कूल में काला उत्सव-2026 आयोजित आईआईटी कैंपस निर्णय सरकार के हाथ गोवा कोंकणी अकादमी ने लॉन्च किया डिजिट... आदिवासी निकाय सम्मेलन मेघालय में इलेक्ट्रिक वाहन नीति मंजूर इस सप्ताह के नए गीत
28 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કલેક્ટરને પ્રાર્થના પત્ર

હિંમતનગરમાં સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કલેક્ટરને પ્રાર્થના પત્ર

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 जुल. 2026, 06:14 PM 👁 21
હિંમતનગરમાં સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કલેક્ટરને પ્રાર્થના પત્ર આપ્યું,યાત્રામાં ગૌ માતા પણ સાથે જોડવામાં આવ્યા હતા

આજે દેશભરમાં જિલ્લા મથકે સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ભવ્ય ગૌ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે હિંમતનગરમાં હરસિધ્ધિ માતાજીના મંદિરેથી ગૌ સન્માન યાત્રા નીકળી હતી કલકેટર કચેરીએ પહોંચી કલેક્ટરને 4.74 લાખ સહીવાળું પ્રાર્થના પત્ર સંતો મહંતોના હસ્તે કલેક્ટરને આપ્યું હતું.આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ગૌ સન્માન યાત્રા યોજાશે.
આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગર માં હરસિધ્ધિ માતાજીના મંદિરે સાબરકાંઠા જિલ્લાના વિવિધ હિન્દૂ સંગઠન,સંપ્રદાય,ગ્રામજનો,ખેડૂતો અને પશુપાલકો સહિત મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થઈને સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા આયોજિત ગૌ સન્માન યાત્રાનું પ્રસ્થાન થયું હતું.આ યાત્રામાં ગૌ માતાને રથમાં સાથે રાખવામાં આવ્યા હતા.આ યાત્રા એસપી ઓફીસ થઈને બહુમાળી ભવન પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી.જ્યાં ગૌ માતાને રાષ્ટ્રમાતા નો સર્વોચ્ચ મળે તેને લઈને 4.74 લાખ સહીઓ કરેલું પ્રાર્થના પત્ર સંતો મહંતોના હસ્તે જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.ઉપસ્થિત સૌએ ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માન આપવા માટે રજુઆત કરી હતી.ત્યારે આગામી ઓક્ટોમ્બર મહિનામાં રાજ્ય કક્ષાએ ગૌ સન્માન યાત્રા યોજાશે જેમાં મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવશે.
📲Get App