🔥 TRENDING Nagaland Governor Emphasises Indigenou... IDPs Protest Against Government Bias T... Security Forces Strengthen Patrols Alo... CoTU Endorses KSO’s Call for Unrestric... Meghalaya HC Orders Transfer of Foreig... Akali Leaders Clash Over Pavitra Sarai...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારે વરસાદની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે
National

ભારે વરસાદની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે

✍️ Reporter: Burhaan sibhai 🗓 26 Jul 2026, 10:34 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આગામી દિવસોમાં રાજ્યના હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને પગલે મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર કોઈપણ મુશ્કેલી ની પરિસ્થિતિ ને પહોંચી વળવા કટિબદ્ધ બન્યું છે જિલ્લા કલેકટર અર્પિત સાગર દ્વારા જિલ્લાની સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત લેવામાં આવી અને ઈમરજન્સીનીપરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કેવી તૈયારી અને આગોતરું આયોજન છે જેનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમની પણ આકસ્મિક મુલાકાત લીધી હતી. જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી ઉપર મધવાસ પાસે આવેલ બ્રિજનું જિલ્લા કલેકટર શ્રી એ જાત નિરીક્ષણ કરેલ હતું અને નદી પર બંધાયેલા બ્રિજની મજબૂતી તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે લેવાઈ રહેલા પગલાની સમીક્ષા કરી હતી
📲Get App