🔥 TRENDING Speeding car kills motorcyclist at Bho... સુરતમાં ખાડીપૂરના કારણે બસ સેવા માં ભા... PM SHRI SAGES Lakhanpur में वृक्षारोपण... Deputy CM Harsh Sanghavi and Health Mi... ભરૂચ સેવાશ્રમ રોડ પર ભારે વરસાદથી ઘૂંટ... Congress Raises Four Key Questions Aft...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કસુંદર પ્રાથમિક શાળામાં સેવાભાવી કાર્યનું આયોજન

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કસુંદર પ્રાથમિક શાળામાં સેવાભાવી કાર્યનું આયોજન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 25 Jul 2026, 04:10 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પુણ્ય સ્મરણાર્થે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભેટનું વિતરણ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કસુંદર પ્રાથમિક શાળામાં સેવાભાવી કાર્યનું આયોજન
આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કસુંદર પ્રાથમિક શાળામાં માલોદ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરીશભાઈ રાઠવા તથા તેમના ધર્મપત્ની મીરાંબેન રાઠવા (સરપંચશ્રી, ડણી ગ્રામ પંચાયત) દ્વારા સ્વર્ગસ્થ મીરાંબેન લલ્લુભાઈ રાઠવાના પવિત્ર સ્મરણાર્થે શાળાના વિદ્યાર્થીઓને પેન, પેન્સિલ, રબર તેમજ નોટબુકનું સ્નેહપૂર્વક વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય કાર્યથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો અને સમાજસેવાનો સુંદર સંદેશ પ્રસરીત થયો. દાન અને સેવાની આ ભાવનાએ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની સ્મિત રેલાવી દીધી અને સૌના હૃદયને સ્પર્શી ગઈ.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન અને સમાજ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડનાર આ સેવાકીય કાર્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું.
કસુંદર પ્રાથમિક શાળા પરિવાર તરફથી દાતાશ્રીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા સ્વ. મીરાંબેન લલ્લુભાઈ રાઠવાના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય તેવી ભાવભીની પ્રાર્થના કરવામાં આવી.
📲Get App