🔥 TRENDING MS Dhoni Criticises CSK's Confusing Tr... Aishwarya Rai Strolls Hand-in-Hand wit... Actor Ravie Dubey Praises Nitesh Tiwar... ತಿಡಿಗೋಳ ಗ್ರಾಮದಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಪ್ರವೇಶ ಸಮಸ... Ramayana Sets New Box‑Office Records o... India Stuns Pakistan, Wins SAFF Champi...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
Local

આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

✍️ Reporter: Samir Malek 🗓 24 Jul 2026, 07:50 PM 👁 123
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય હવામાન વિભાગની રેડ એલર્ટને કારણે આણંદ જિલ્લામાં 25 જુલાઈ શનિવારના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા 23/07/2026 થી 25/07/2026 સુધી આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં આવી છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી (IAS) દ્વારા 25 જુલાઈ શનિવારના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ આદેશ મુજબ, આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આઈ.ટી.આઈ. અને કોલેજો 25 જુલાઈના રોજ બંધ રહેશે.

આ હુકમનું પાલન ન કરનાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App