🔥 TRENDING અંકલેશ્વરમાં ટાંકી ફળિયાના જુગારધામ પર... ડોલગઢમાં સ્કોર્પિયો કાર કાબુ ખોવાઈ, 10... પૂર્વ વન વિભાગ અધિકારી બારોટ અને પત્ની... Driver of Speeding Scorpio Kills Pilgr... ManoramaMAX to Debut "Abhirami" Film a... New OTT Releases This Week: Shaque, Do...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નળખંભાના યુવાન જયેશ પનારાના નિધન બાદ: મિત્રોએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી ગાયોને ઘાસચારો આપ્યો

નળખંભાના યુવાન જયેશ પનારાના નિધન બાદ: મિત્રોએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી ગાયોને ઘાસચારો આપ્યો

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 24 Jul 2026, 11:00 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નળખંભાના યુવાન જયેશ પનારાના નિધન બાદ: મિત્રોએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી ગાયોને ઘાસચારો આપ્યો
થાનગઢ તાલુકાના નળખંભા ગામના યુવાન જયેશભાઈ પનારાનું અકસ્માતમાં નિધન થયું હતું. તેમના મિત્ર વર્તુળ દ્વારા દિવંગત જયેશભાઈને એક અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.ગત રવિવારે મિત્રોએ જયેશભાઈની યાદમાં એક વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એકત્રિત થયેલા ભંડોળ દ્વારા ગાયોને ઘાસચારો પૂરો પાડી મૂંગા પશુઓની સેવા કરવાનો હતો.
આ સંકલ્પને 23જુલાઈના રોજ સાકાર કરવામાં આવ્યો. ચાલુ વરસાદ વચ્ચે ગામના સરપંચ કિરીટભાઈ પનારાને સાથે રાખીને, મિત્રોએ નળખંભા ગામ ખાતે ગાયોને ઘાસચારો પૂરો પાડ્યો.મિત્રની યાદમાં કરાયેલા આ સેવાકીય કાર્યથી દિવંગત જયેશભાઈને શ્રદ્ધાંજલિ મળી છે. મિત્રોની આ પહેલની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
📲Get App