🔥 TRENDING Militant Arrested Over Manipur Petrol... Supreme Court Calls for Fast-Track Pro... Meghalaya Pineapples Now Available Onl... Subroto Mukherjee Cup Semi-Finals Set... Meghalaya Pineapples Delivered to Beng... Tripura Agriculture Minister Urges Tim...
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાતલપુર માં પડી રહેલા વરસાદથી  મેઈન માર્ગો પર પાણી ફરી રહ્યા હતા લોકોને ભારે હલાપી નો સામનો કરવો પડી રહ્યો છે

સાતલપુર માં પડી રહેલા વરસાદથી મેઈન માર્ગો પર પાણી ફરી રહ્યા હતા લોકોને ભારે હલાપી નો સામનો કરવો પડી રહ્યો છે

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 24 Jul 2026, 09:20 AM 👁 21
*સાંતલપુરમાં 24 કલાકથી અતિ ભારે વરસાદ, થી મેઈન માર્ગો પાણીમાં ગરકાવ સાંતલપુર તાલુકામાં છેલ્લા 24 કલાકથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સત પડી રહેલા વરસાદના કારણે સમગ્ર માર્ગો માં પાણી ભરાયા છે.
સાંતલપુર ના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ, હોસ્પિટલ રોડ સહિતના મેઈન માર્ગો પર 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. સ્કૂલે જતા બાળકો અને નોકરીએ જતા લોકોને પણ અવર-જવરમાં તકલીફ પડી રહી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાંઆવે એવી લોકો ની મગ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ વરસાદની આગાહી કરી હોવાથી તંત્રને એલર્ટ પર રાખવામાં આવે એવી
ગ્રામજનોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ કરી છે. .પ્રેસ રિપોર્ટ
📲Get App