🔥 TRENDING NH 66 ൽ വാഹനാപകടം गैस रिसाव के बाद मिठाई की दुकान में ते... ફાયર બ્રિગેડે રાજકોટના રૈયા ગામમાં ગેસ... प्रधानमंत्री नरेंद्र मोदी के 25 वर्षों... HDFC Bank Refunds ₹4.5 Cr to 13 Deposi... VDG Member Injured in Accidental Weapo...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: યુવા શૂટર હેતાંશી કંથારિયાએ રાજ્ય કક્ષાએ શાનદાર સિદ્ધિ મેળવી
Sports

અમદાવાદ: યુવા શૂટર હેતાંશી કંથારિયાએ રાજ્ય કક્ષાએ શાનદાર સિદ્ધિ મેળવી

✍️ Reporter: Mukesh Giri 🗓 24 Jul 2026, 07:34 AM 👁 111
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યુવા શૂટર હેતાંશી કંથારિયાએ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ–2026માં શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ કુલ 3 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતી રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

અમદાવાદ: ADRAની પ્રતિભાશાળી શૂટર હેતાંશી કલ્પેશકુમાર કંથારિયાએ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ–2026માં યોજાયેલી 10 મીટર એર રાઇફલ (વુમન યુથ) સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હેતાંશીએ 400માંથી 380 સ્કોર નોંધાવી સ્પર્ધામાં કુલ 3 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતી રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

હેતાંશીની આ સફળતા બદલ તેમના પરિવારજનો, કોચ તથા ADRA પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
📲Get App