Weather
અતિ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજ પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક બેઠક યોજાઈ.
અતિ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજ પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક બેઠક યોજાઈ.
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કૌશલભાઈ પટેલની ઉપસ્થિતિમાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજ પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક બેઠક યોજાઈ. બેઠકમાં તમામ સંબંધીત વિભાગોના અધિકારીશ્રીઓને સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડબાય રહેવા ,રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી પ્રતિસાદ આપવા તેમજ અસરગ્રસ્ત નાગરિકોને રહેવા, ભોજન, આરોગ્ય સહિતની તમામ જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવા સૂચના આપવામાં આવી. આ વિકટ પરિસ્થિતિમાં જનતાની સુરક્ષા, સમયસર રાહત પહોંચે અને દરેક જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચાડવી એ સ્થાનિક વહીવટી તંત્ર તથા ટીમ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.