🔥 TRENDING અંકલેશ્વરમાં ટાંકી ફળિયાના જુગારધામ પર... ડોલગઢમાં સ્કોર્પિયો કાર કાબુ ખોવાઈ, 10... પૂર્વ વન વિભાગ અધિકારી બારોટ અને પત્ની... Driver of Speeding Scorpio Kills Pilgr... ManoramaMAX to Debut "Abhirami" Film a... New OTT Releases This Week: Shaque, Do...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
Politics

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 23 Jul 2026, 07:36 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી રાહત, બચાવ અને પુનઃસ્થાપન સંબંધિત કામગીરીની સમીક્ષા કરી.

તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી રાખવાની સૂચના આપી.

રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર સહાય પહોંચે તે માટે સતત સતર્ક રહી કામગીરી કરવાની સૂચના પણ આપી. રિલીફ સેન્ટરોમાં સ્થળાંતર કરાયેલા નાગરિકોને આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, ભોજન અને અન્ય પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તેની ખાસ તકેદારી રાખવા ભાર મૂક્યો.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની મુલાકાત દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા.
📲Get App