🔥 TRENDING Meghalaya sees over 55% fall in matern... Tripura Police Arrest Youth Over Alleg... Prohibitory Orders Issued in West Trip... Tripura CM Manik Saha Announces Upgrad... CUHP unveils plan to restore Guler For... Manipur CM Biren Singh condemns killin...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કૃતજ્ઞતા સાથે ગુજરાત એસ.ટી.ના હ્રદયસ્થ કોરોના વોરિયર્સને સલામ

કૃતજ્ઞતા સાથે ગુજરાત એસ.ટી.ના હ્રદયસ્થ કોરોના વોરિયર્સને સલામ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Jul 2026, 04:56 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કૃતજ્ઞતા સાથે ગુજરાત એસ.ટી.ના હ્રદયસ્થ કોરોના વોરિયર્સને સલામ ! 🙏🏻

​કોરોના મહામારીમાં ગુજરાત એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને વહીવટી કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વગર સેવા આપીને, ૩ રાજ્યમાં ૨૨,૯૫૩ ટ્રીપ કરીને ૬ લાખથી વધુ શ્રમિકોને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા હતા અને આ ફરજ દરમિયાન આપણી સાથેના ૧૧૫ એસ.ટી. કર્મીઓએ (૩૯ ડ્રાઇવર, ૩૧ કંડક્ટર, ૨૯ વહીવટી કર્મી અને ૧૬ મિકેનિક) એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આજે દરેક મૃતક કોરોના વોરિયરના પરિવારને રૂ.૨૫ લાખની આર્થિક સહાય આપીને કુલ રૂ.૨૮ કરોડ ૭૫ લાખની રકમ અર્પણ કરી. નિગમ હોવાના કારણે વળતરમાં આવેલી ટેકનિકલ અડચણો અને નિયમોની આંટીઘૂંટીઓને દૂર કરીને, સરકારે એક મોભી તરીકેની પોતાની ફરજ નિભાવી છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ નિર્ણય કોરોના વોરિયર્સની સેવાને સલામ કરતા દિમાગથી નહીં પણ દિલથી લીધો છે. ​ગુજરાત સરકાર દરેક સુખ-દુઃખના સમયમાં નિગમ પરિવારની સાથે એક સ્વજન બનીને ખડેપગે ઊભી રહેશે.
📲Get App