🔥 TRENDING Archana Puran Singh: 10 Years in Film... Times of India Highlights Women Who Le... Spain Clinches World Cup Title with Hi... England Beat India by 27 Runs in 3rd O... India Lose Test Series at Lord's Despi... Yatras for Amarnath and Vaishno Devi S...
21 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જીલ્લામાં રાત્રી દરમ્યાન વાહનોમાંથી બેટરી ચોરી કરી તરખાટ મચાવનાર બે ઇસમોને બેટરી નંગ-૮ કિ.રૂ. ૧,૦૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગાંભોઇ તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ

સાબરકાંઠા જીલ્લામાં રાત્રી દરમ્યાન વાહનોમાંથી બેટરી ચોરી કરી તરખાટ મચાવનાર બે ઇસમોને બેટરી નંગ-૮ કિ.રૂ. ૧,૦૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગાંભોઇ તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Jul 2026, 01:21 PM 👁 5
સાબરકાંઠા જીલ્લામાં રાત્રી દરમ્યાન વાહનોમાંથી બેટરી ચોરી કરી તરખાટ મચાવનાર બે ઇસમોને બેટરી નંગ-૮ કિ.રૂ. ૧,૦૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગાંભોઇ તથા હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ના ગુન્હા ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ જેમાં ખાસ કરી વાહનોમાંથી બેટરી ચોરીના બનાવો બનતા હોય આવા ગુન્હા બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હા શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બેટરી ચોરીના બનેલ ગુન્હાઓ જે અનડીટેકટ હોય તે શોધી કાઢવા એલ.સી.બી.ના અધિકારીશ્રી પો.સ.ઈ. શ્રી.આર.જે.જાડેજા તથા એલ.સી.બી. ટીમના માણસો વાહનમાંથી બેટરી ચોરીના બનાવો સંબધે સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન હિંમતનગર બાયપાસ રોડ ઉપર આવતાં હે.કો. નિરીલકુમાર તથા હે.કો. જીજ્ઞેશકુમાર તથા પો.કો. કિર્તીરાજસિંહ નાઓને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસથી બાતમી હકિકત મળેલ કે, "એક હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે ૦૯ ઇએ ૮૭૨૫ ઉપર બે ઇસમો શંકાસ્પદ હાલમાં મોટર સાયકલ ઉપર બેટરી લઇ વિરપુર થઇ બાયપાસ રોડ ઉપર નીકળેલ છે” જે બાતમી હકીકત આધારે બાયપાસ રોડ આઇટીઆઇ સામે રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની મોટર સાયકલ આવતા બન્ને ઇસમોને રોકી લઇ નામઠામ પુછી તેઓની પાસે મોટર સાયકલ ઉપર વચ્ચે શીટ ઉપર બેટરી મુકેલ હોઇ જે અંગેના આધાર પુરાવા માગતાં તેઓની પાસે નહી હોવાનું જણાવતાં સદરી વાહનની બેટરી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ.૧૦૬ મુજબ કબજે કરી ક.૩૫(૧)(ઈ) મુજબ એક આરોપીને અટક કરી તેમજ સાથેનો ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોઇ ડીટેઇન કરી સદર વાહનની બેટરી સબંધી હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. એ પાર્ટ નંબર ૧૧૨૦૯૦૧૭૨૬૦૭૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હા નોંધાયેલ હોય પકડાયેલ આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની વધુ ઉંડાણપૂર્વકની પુછપરછ કરતાં તેઓએ ભેગા મળી હિંમતનગર ગ્રામ્ય, હિંમતનગર એ-ડીવીજન, ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાં જુદીજુદી જગ્યાએ સમયાંતરે કુલ-૭ (ટ્રેકટર, હીટાચી, આઈશર) જેવા અવાવરૂ જગ્યાએ પાર્ક કરેલ વાહનોમાંથી બેટરી ચોરીઓ કરેલાનું કબુલતા હોય તેઓની પાસેથી નીચે મુજબ કુલ-૮ કિંમત રૂ.૧,૦૯,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી આગળની વધુ તપાસ અર્થે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે સોપેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-

અ.નં

મુદ્દામાલ વિગત



(1)એક એકસાઇડ કંપનીની કાળા/સફેદ રંગની હોય સદર બેટરી કિંમત રૂા.૫૫૦૦/-

(2)એક લીવ ફાસ્ટ કંપનીની કેસરી/કાળા રંગની હોય જે બેટરી કિંમત રૂા. ૫૫૦૦/-



(3)એક લાલ રંગની અલ્ટ્રા કંપનીની હોય જે બેટરી કિંમત રૂા.૫૫૦૦/-



(4)એક લાલ/સફેદ રંગની ટ્રોકસેલ કંપનીની બેટરી કિંમત રૂા. ૮૦૦૦/- ની



(5)એક લાલ રંગની સીટી લાઇટ પાવર કંપનીની હોય જે બેટરી કિંમત રૂા.૮૦૦૦/-



(6)એક લાલ રંગની એકસાઇડ કંપનીની હોય જે બેટરી કિંમત રૂા.૫૫૦૦/-


(7)એક કાળા રંગની ફોરેકસટી કંપનીની હોય જે બેટરી કિંમત રૂા.૫૫૦૦/-


(8)એક લાલ/સફેદ રંગની હાઈ પાવર કંપનીની હોય જે બેટરી કિંમત રૂા.૫૫૦૦/-



(9)એક મોટર સાયકલ નં. GJ 09 EA 8725 કિંમત રૂા.૬૦,૦૦૦/-

મળી કુલ કિ.રૂા.૧,૦૯,૦૦૦/-

પકડાયેલ આરોપી/બાળ કિશોર

(૧) કિરણકુમાર ઉર્ફે ડેટોલ નટવરભાઇ ચેનવા ઉવ.૨૫ રહે. ચિત્રોડી, ચેનવા વાસ તા.ઇડર જી. સાબરકાંઠા

(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર

ડીટેકટ થયેલ / નોંધાયેલ ગુનાઓ

(૧) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. એ પાર્ટ નંબર ૧૧૨૦૯૦૧૭૨૬૦૭૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબ

(૨) ગાંભોઇ પો.સ્ટે. એ પાર્ટ નંબર ૧૧૨૦૯૦૧૪૨૬૦૫૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબ

કબુલાત કરેલ વણનોધાયેલ ગુનાઓ

(૩) ચાર પાંચ દિવસ પહેલાં બંને જણા રાત્રીના હિંમતનગર બાયપાસ રોડ વિરપુર બાજુ દુબઇ પેઇન્ટસ ફેકટરી આગળ રોડ ઉપર ઉભેલ આયશર માંથી બેટરી કાઢી ચોરી કરેલ છે.

(૪) ચાર પાંચ દિવસ પહેલાં બંને જણા રાત્રીના ગાંભોઈ સ્ટેશને હાઇસ્કુલ બાજુ સર્વિસ રોડ ઉપર ઉભેલ હિટાચી મશીનમાંથી બે બેટરી કાઢી ચોરી કરેલ તે કાઢી બતાવતાં જે જોતાં લાલ/સફેદ રંગની ટ્રોકસેલ કંપનીની છે.

(૫) એકાદ માસ ઉપર બંને જણા રાત્રીના હિંમતનગર ખેડ તસીયા રોડ ઉપર ડેમાઇના સ્ટેશન નજીક રોડ ઉપર ઉભેલ આયશર ટ્રકમાંથી બેટરી કાઢી ચોરી કરેલ છે.

(૬) એક દોઢ માસ ઉપર બંને જણા રાત્રીના આગિયોલ/બેરણા ચોકડી પાસે બેરણા બાજુના રોડ ઉપર ઉભેલ આયશર ટ્રકમાંથી બેટરી કાઢી ચોરી કરેલ છે.

(૭) એક માસ ઉપર બંને જણા રાત્રીના સાબરડેરી થી ગઢોડા તરફ જતા જી.ઈ.બી. સબ સ્ટેશન પાસે રોડ ઉપર ઉભેલ આયશર ટ્રકમાંથી બેટરી કાઢી ચોરી કરેલ છે.

આરોપી - કિરણકુમાર ચેનવાનો ગુન્હાહીત ઇતિહાસ

(૧) હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૧૧૨૦૯૦૧૬૨૩૦૧૭૦/૨૦૨૩ ઇપીકો ૩૭૯ મુજબ

(૨) અડાલજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૧૧૨૧૬૦૦૧૨૨૦૬૬૬/૨૦૨૨ ઇપીકો ૩૭૯

(3) ઇડર પો.સ્ટે. એ પાર્ટ ૧૧૨૦૯૦૧૬૨૫૧૧૦૫/૨૦૨૫ જીપી એકટ ૧૨૨ (સી) મુજબ

(૪) ઇડર પો.સ્ટે. એ પાર્ટ ૧૧૨૦૯૦૨૦૨૫૦૩૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૩૦૪(૨), ૫૪ મુજબ
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી:-

પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા

પો.સ.ઈ. શ્રી આર.જે.જાડેજા

એ.એસ.આઇ. દેવુસિંહ અમરસિંહ

હે.કો.જીગ્નેશકુમાર સુરશભાઈ

હે.કો.દેવરાજ ખીમજી

હે.કો.નિરીલકુમાર મોજીસભાઇ

પો.કો. નિલેશકુમાર બાબુભાઇ

પો.કો. નૃપેશકુમાર અરવિંદભાઇ

પો.કો. કિર્તિરાજસિંહ કિરીટસિંહ

ડ્રા.હે.કો ગીરીશભાઇ ગાંડાભાઈ

ડ્રા. પો.કો. જતીનકુમાર નટુભાઇ

(ડી.સી.સાકરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર

લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
📲Get App