🔥 TRENDING Congress MLA Serves Notice to 180 Karn... Karnataka Man Sentenced to Six Years f... Gold price drops to ₹1.53 lakh per 10g... Gold Prices in Rajasthan on 22 Sep 202... Mamta Kulkarni to Receive Lifetime Ach... Tamil Nadu government expands free bus...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રીમિયમ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ

અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રીમિયમ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 02:47 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રીમિયમ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ 'VIBOS' (Vishv Umiya International Business Organisation & Social Network) ના લોન્ચિંગ સમારોહમાં સહભાગી થઈ સમાજના અગ્રણીઓ સાથે સંવાદનો અવસર ખૂબ આનંદમય રહ્યો.

“Achievers Meet Achievers"ના વિઝન સાથે શરૂ થયેલું આ પ્લેટફોર્મ માત્ર પરંપરાગત બિઝનેસ નેટવર્ક નથી, પરંતુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' ના સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપનારું માધ્યમ બનશે.

જગતજનની માઁ ઉમિયાના આશીર્વાદ સાથે, આધ્યાત્મિકતા અને સામાજિક ચેતનાના સમન્વયથી આ પ્લેટફોર્મ દેશના યુવા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બનાવશે તેવો મને વિશ્વાસ છે.

આ અનુસરણીય કાર્ય બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને VIBOS ની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

જય મા ઉમિયા, જય જય ગરવી ગુજરાત.
📲Get App