🔥 TRENDING Four Excise Officials Arrested in US N... Himachal Pradesh University VC stresse... India-Mongolia Joint Military Exercise... Uttarakhand Students Visit Uttar Prade... 6 Engineers Suspended After Contaminat... Delhi Lawyers Oppose New Challan Rules...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં ભક્તિ વેદાંતા આશ્રમ દ્વારા પ્રથમવાર રથયાત્રા:

હિંમતનગરમાં ભક્તિ વેદાંતા આશ્રમ દ્વારા પ્રથમવાર રથયાત્રા:

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 08:20 AM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગરમાં ભક્તિ વેદાંતા આશ્રમ દ્વારા પ્રથમવાર રથયાત્રા:

ઉમિયા મંદિરેથી જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, દુર્ગાવાહિનીએ તલવારબાજીના કરતબો રજૂ કર્યા
હિંમતનગરમાં ભક્તિ વેદાંતા આશ્રમ દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. ઇસ્કોન વડોદરાની સત્તા હેઠળ આ આશ્રમ દ્વારા શનિવારે સાંજે મહાવીરનગર સ્થિત ઉમિયા માતાજીના મંદિર પરિસરમાંથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

રથયાત્રાના પ્રારંભ પૂર્વે ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ પહિંદ વિધિ કરીને રથયાત્રાને આગળ વધારવામાં આવી હતી.
આ રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની દ્વારા તલવારબાજીના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રથયાત્રાનું સ્વાગત જગન્નાથ ધામ ઇન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રામહાવીરનગર સર્કલ, પેલેસ રોડ, હરિઓમ સોસાયટી અને પ્રથમ સ્ક્વેર થઈને આગળ વધી હતી. રૂટ પર ઠેર ઠેર નગરજનો દ્વારા રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોડી સાંજે આ રથયાત્રા જાગા સ્વામી હોલ ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી
📲Get App