🔥 ट्रेंडिंग द टाइम्स ऑफ इंडिया ने 'एक होता मलिन' क... ट्रांसजेंडर समुदाय ने तेज़ी से कल्याण... जैहरखंड के रेसिडेंशियल स्कूल में बाल श... भोलानाथ सिंह को कानूनी चुनौती के बावजू... ज़ांज़ीबार के राष्ट्रपति भारत दौरे पर,... केरल में एमबीबीएस फीस में कटौती
19 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રી મહાવીર સ્વામી દિગંબર જિન મંદિર, મહાવીરનગર ખાતે આયોજિત

શ્રી મહાવીર સ્વામી દિગંબર જિન મંદિર, મહાવીરનગર ખાતે આયોજિત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 जुल. 2026, 09:26 PM 👁 26
શ્રી મહાવીર સ્વામી દિગંબર જિન મંદિર, મહાવીરનગર ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિત જીવનશૈલીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ , બગીચા વિભાગનાં ચેરમેનશ્રી નીરુબેન પટેલ, તથા સ્થાનિક સદસ્યશ્રીઓ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું પરંપરાગત ખેસ પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.

વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ નિર્માણ કરવાનો સંકલ્પ છે. મંદિર પરિવાર અને હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ કાર્યક્રમ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રેરણાદાયી ઉપક્રમ બન્યો. સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
📲Get App