ગોધરા શહેરના શ્રીજીનગર, રામનગર નજીક એક ચોંકાવનારી ઘટના સામે
ગોધરા શહેરના શ્રીજીનગર, રામનગર નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરનાં ઓટલા પર રાખવામાં આવેલા ફૂલોના કુંડા અજાણ્યા દંપતીએ ઈ-બાઈક પર આવી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાCCTVમાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે કે નહીં તેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.