🔥 TRENDING Bigg Boss 20 contestant Yung DSA confe... காரைக்குடியில் கண்டன ஆர்ப்பாட்டம். Tata Power Renewables commissions 300 ... Quordle November 6 Answers and Hints R... Deepotsav Begins at Ujjain's Mahakal T... ડાબેરી પક્ષના નેતા નિત્ય રમન, જે DSA-સ...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ: ટીનમસ ફાટકે સર્કલની માંગ પર હાઈવે ઓથોરિટી અને આર.ટી.ઓ.એ કર્યું સ્થળ નિરીક્ષણ
Local

જૂનાગઢ: ટીનમસ ફાટકે સર્કલની માંગ પર હાઈવે ઓથોરિટી અને આર.ટી.ઓ.એ કર્યું સ્થળ નિરીક્ષણ

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 17 Jul 2026, 08:17 PM 👁 140
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગ અને આવેદનપત્ર બાદ નેશનલ હાઈવે ઓથોરિટી અને આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્થળ નિરીક્ષણના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવેલી માંગ અને આપવામાં આવેલા આવેદનપત્ર બાદ આજે નેશનલ હાઈવે ઓથોરિટી તથા આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.


નિરીક્ષણ દરમિયાન માર્ગની હાલની સ્થિતિ, વાહનવ્યવહારનું દબાણ તેમજ અકસ્માતની સંભાવનાઓ સહિતના મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.


સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્થળ નિરીક્ષણના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને અકસ્માતપ્રવણ ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગ અંગે વહેલી તકે કાર્યવાહી હાથ ધરાશે.
📲Get App