🔥 TRENDING Bangladesh, India to Discuss Sherpur E... తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం బతుకమ్మ Meghalaya Sweet Dreamz Lottery Results... ધાંગધ્રામાં માર્ગ-મકાન વિભાગની નવી કચે... तेज हवाओं के साथ घने बादलों ने बदला मौ... Central Team Visits Meghalaya Coalfiel...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રામપુર ખાતે ગુહઇ નદી પર નવા બનનારા પુલ અને પ્રાથમિક શાળાના વર્ગખંડોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું...

રામપુર ખાતે ગુહઇ નદી પર નવા બનનારા પુલ અને પ્રાથમિક શાળાના વર્ગખંડોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 11:02 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
📍 રામપુર ખાતે ગુહઇ નદી પર નવા બનનારા પુલ અને પ્રાથમિક શાળાના વર્ગખંડોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું...

હિંમતનગર તાલુકાના રામપુર ગામેથી કાણિયોલ તરફ જતી ગુહઇ નદી ઉપર અંદાજિત રૂ. ૫ કરોડ ૭૪ લાખના ખર્ચે નિર્માણ પામનારા નવા પુલની કામગીરીનું સ્થળ પર જઈને ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા એ નિરીક્ષણ કર્યું હતું.

આ પુલ બનવાથી આસપાસના અનેક ગામોના લોકોને ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં આવવા-જવાની મોટી સુવિધા મળશે. કામ એકદમ મજબૂત થાય અને સમયસર પૂરું થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.

​ત્યારબાદ, રામપુર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ત્યાં બની રહેલા ત્રણ નવા વર્ગખંડોના કામની પણ સમીક્ષા કરી.

શાળામાં બાળકો માટેની જરૂરી સગવડો તેમજ સ્કૂલ સુધી પહોંચવાના રસ્તાના પ્રશ્નો અંગે ગામના આગેવાનો અને SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના પ્રમુખ તેમજ હોદ્દેદારો સાથે રૂબરૂ ચર્ચા કરી વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા ખાતરી આપી.

​આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, પૂર્વ ડેલિકેટ અને રામપુર ગામના વરિષ્ઠ આગેવાન શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી જીગાભાઈ પટેલ, SMC ના પ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App