🔥 TRENDING कमालगंज में श्री गणेश महोत्सव का भव्य... Chhattisgarh High Court Says Recovery... एटा पुलिस ने तमंचे से फायरिंग के वांछि... Chhattisgarh Boiler Blast: Death Toll... Punjab Minister Slams Opposition Over... 26-Year-Old Punjab Pilgrim Dies in 400...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો...

વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 10:47 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો... 🌳🌱

​આજરોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના "એક પેડ મા કે નામ" (હરિયાળા ભારત) અભિયાન તેમજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના "હરિયાળું ગુજરાત" સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુથી હિંમતનગર ખાતે એક સરાહનીય પ્રકૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

​હિંમતનગરની શુભ ટેનામેન્ટ સોસાયટી મિત્ર મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ વિશેષ ઉપસ્થિત રહી સોસાયટી પરિસરમાં વૃક્ષારોપણ કર્યું અને ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિયાળી વધારવા માટે અપીલ કરી.

​આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ કલ્પિતભાઈ દવે, નટુભાઈ ઓઝા, શ્રીમતી વર્ષાબેન મિસ્ત્રી, શ્રીમતી હિરવાબેન સાધુ તેમજ સોસાયટીના પ્રમુખશ્રી વિક્રમસિંહ સોનગરા, ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પ્રજાપતિ, મંત્રીશ્રી હિરેનભાઈ પ્રજાપતિ, ખજાનચીશ્રી નંદલાલ પટેલ, શ્રી અશોકભાઈ રાવલ, જિજ્ઞેશભાઈ, શ્રી ઇન્દ્રજીતસિંહ રાઠોડ સહિત સોસાયટીના તમામ હોદ્દેદારો, સભ્યો અને સ્થાનિક રહિશો મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

​આ તકે ઉપસ્થિત સૌ કોઈએ પર્યાવરણની જાળવણી કાજે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો દ્રઢ સંકલ્પ લીધો. આવો, આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને વધુ હરિયાળું, સ્વચ્છ અને સુંદર બનાવીએ.
📲Get App