🔥 TRENDING BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... Lakshmi Mittal and Adar Poonawalla Set... High Court Flags Security Lapses at Ch... Maharashtra Fuel Rates Today: Pune, Mu... Milk Spill as Tanker Overturns on Mumb...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં પેટાચૂંટણી: આમ આદમી પાર્ટીના ઉમેદવારે જમાવ્યું નામાંકન ફોર્મ
Education

સાબરકાંઠામાં પેટાચૂંટણી: આમ આદમી પાર્ટીના ઉમેદવારે જમાવ્યું નામાંકન ફોર્મ

✍️ Reporter: Angari Yogesh kumar 🗓 15 Jul 2026, 10:02 PM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની 19-ટેબડા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિલ્પાબેન શંકરભાઈ પરમારે નામાંકન ફોર્મ જમાવ્યું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને AAP ઉપ્રમુખ શ્રી મુકેશ ડાભી ઉપસ્થિત રહ્યા.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની 19-ટેબડા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિલ્પાબેન શંકરભાઈ પરમારે કાર્યકરો અને ગ્રામજનોની મોટી હાજરીમાં નામાંકન ફોર્મ જમાવ્યું.

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને AAP ઉપ્રમુખ શ્રી મુકેશ ડાભીએ જણાવ્યું કે, જનતા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને પાણીની સમસ્યાથી કંટાળી ગઈ છે. પોશીના તાલુકા પ્રમુખ જનકભાઈ ડાભી, મંડળના પ્રમુખ - રમેશભાઈ સોલંકી 29- ખેડબ્રહ્મા વિધાનસભા સંઘઠન મંત્રી ગુજરાભાઈ તરાલ, પોશીના તાલુકા ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ યુવાનો, વડીલો અને બહેનો અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એક જ નારા સાથે આ વખતે 19-ટેબડાની જનતા પરિવર્તન માટે મતદાન કરશે અને AAP ને જીતાડશે.

મુકેશ ડાભીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ ગામમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી લાવવાનો છે. જનતાના આશીર્વાદથી અમે આ ચૂંટણી જીતીશું. આ તકે મોટી સંખ્યામાં AAP ના કાર્યકરો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિલ્પાબેન શંકરભાઈ પરમારને જનતાનો આશીર્વાદ મળ્યો છે અને તેઓ આ ચૂંટણીમાં જીતનારા બનશે એવી આશા છે.
📲Get App