🔥 TRENDING BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... Lakshmi Mittal and Adar Poonawalla Set... High Court Flags Security Lapses at Ch... Maharashtra Fuel Rates Today: Pune, Mu... Milk Spill as Tanker Overturns on Mumb...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં હવે ઘરઆંગણે આરોગ્ય સેવા...

અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં હવે ઘરઆંગણે આરોગ્ય સેવા...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Jul 2026, 01:31 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં હવે ઘરઆંગણે આરોગ્ય સેવા...

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકાના અંતરિયાળ તથા દુર્ગમ વિસ્તારોમાં વસતા નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુલભ બને તે હેતુસર બે મોબાઇલ હેલ્થ યુનિટ (ઈ-બાઈક)નું લોકાર્પણ કરવામાં આવ્યું.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા GVK EMRI હેલ્થકેર સર્વિસના સહયોગથી શરૂ થયેલી આ નવી પહેલ દ્વારા હવે ઘરઆંગણે પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને જરૂરી માર્ગદર્શન વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

મોબાઇલ હેલ્થ યુનિટ (ઈ-બાઈક) દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ, માતા-બાળ આરોગ્ય સેવાઓ, બિનચેપી અને ચેપી રોગોની તપાસ, આરોગ્ય જાગૃતિ તેમજ જરૂરી રેફરલ સેવાઓ અંતરિયાળ ગામો સુધી ઝડપથી પહોંચાડવામાં આવશે. જ્યાં વાહન વ્યવહારની સુવિધા મર્યાદિત છે તેવા વિસ્તારોમાં આ સેવા આરોગ્ય વ્યવસ્થાને વધુ અસરકારક બનાવશે.

૧૦૮ જેવી તાત્કાલિક આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવતી આ પહેલથી અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધશે અને જરૂરિયાતમંદ નાગરિકોને ઝડપી, સરળ તથા ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ બનશે.
📲Get App