🔥 TRENDING 15 Cartridges Seized from Arms Smuggle... Kitchen Gas Leak Ignites Match Spark,... Two Youths Arrested for Heroin Consump... ગુજરાત પોલીસની કડક મેગા ડ્રાઇવ: બ્લેક... उत्तर प्रदेश में बड़ा प्रशासनिक फेरबदल... Two killed in road accident in Odisha'...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને ગ્રામ્ય સ્તરે બાળકોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે અમારી સરકાર સતત કાર્યરત છે.

શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને ગ્રામ્ય સ્તરે બાળકોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે અમારી સરકાર સતત કાર્યરત છે.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Jul 2026, 10:47 AM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને ગ્રામ્ય સ્તરે બાળકોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે અમારી સરકાર સતત કાર્યરત છે.

ગત રોજ હિંમતનગર તાલુકાના બળવંતપુરા ગામે અંદાજિત રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત નવીન પ્રાથમિક શાળા મકાનનું મારા વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અદ્યતન સુવિધાથી ગામના બાળકોને ભણવા માટે ઉત્સાહવર્ધક અને શ્રેષ્ઠ વાતાવરણ મળી રહેશે.

આ મંગલ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ તથા હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, મંડળ પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી હિમાંશુભાઈ નીનામા, ભાજપા જિલ્લા મંત્રી શ્રી દિલીપસિંહ મકવાણા, તાલુકા સદસ્યશ્રી જતીનભાઈ પટેલ, તાલુકા સદસ્ય શ્રી જગતસિંહ પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ તેમજ TPEO શ્રી કિરીટભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે જ ગામના સરપંચ શ્રી કાંતિભાઈ પટેલ, SMC અધ્યક્ષ અને સાબરકાંઠા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી રણજીતસિંહ રાઠોડ (રંગુસિંહ), ડેપ્યુટી સરપંચશ્રી, ગામના સૌ અગ્રણીઓ, SMC કમિટીના સભ્યશ્રીઓ, ઉત્સાહી શિક્ષક મિત્રો અને વહાલાં બાળકોની ગરિમામય હાજરીમાં આ સુંદર કાર્યક્રમ સંપન્ન થયો.

બળવંતપુરા ગામના ઉજ્જવળ ભવિષ્ય સમાન તમામ બાળકોને નવીન શાળા ભવન બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
📲Get App