🔥 ट्रेंडिंग અમદાવાદમાં નકલી BP દવાનું આંતરરાજ્ય ને... Ambaji સુરતમાં મોટો ધડાકો, બચી ગયેલી વ્યક્તિન... ગુજરાત પોલીસ 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર... सोमनाथ मंदिर बम धमकी આખરે રહસ્ય ખૂલ્યું હત્યા બાદ બળાત્કારન...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના સાબરમતી રેલવે યાર્ડમાં પેસેન્જર કોચમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી

અમદાવાદના સાબરમતી રેલવે યાર્ડમાં પેસેન્જર કોચમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી

✍️ रिपोर्टर: Patel Bhavik Harshadbhai 🗓 14 जुल. 2026, 07:54 PM 👁 79
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના સાબરમતી રેલવે યાર્ડમાં પડેલા એક પેસેન્જર કોચમાં અચાનક ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયરબ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થતાં આગ અન્ય કોચ સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
સદનસીબે આગ જે કોચમાં લાગી હતી તે યાર્ડમાં પાર્ક કરાયેલો હોવાથી તેમાં કોઈ મુસાફર હાજર ન હતો. પરિણામે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ આગનું સાચું કારણ અને જવાબદારી અંગે વધુ વિગતો સામે આવશે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સ્થિતિ સામાન્ય હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું છે.
📲Get App