🔥 TRENDING Himesh Reshammiya wishes Amitabh Bachc... Eighth Judge Assigned in Gauri Lankesh... Karnataka braces for possible repeat o... Mysuru Dasara Begins Amid Drought, Cel... Tamil Nadu grants Rs 15 lakh each to G... Rahul Gandhi brands PM Modi ‘Mogambo M...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં નાના બાળકોના ઝગડાએ મોટી બબાલ કરાવી

વડોદરામાં નાના બાળકોના ઝગડાએ મોટી બબાલ કરાવી

✍️ Reporter: Bhavik Solanki 🗓 13 Jul 2026, 12:32 PM 👁 94
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરામાં બાળકોના ઝઘડાએ લીધો હિંસક વળાંક વડોદરાના પ્રિયા ટોકીઝ નજીક આવેલી એક સોસાયટીમાં બાળકો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ આજે જોતજોતામાં ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. મળતી માહિતી અનુસાર, સોસાયટીમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબત વડીલો સુધી પહોંચતા મામલો બિચક્યો હતો. પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે, આ વિવાદ દરમિયાન સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. બાલ્કનીમાંથી નીચે પટકાવાને કારણે તેમજ થયેલા હુમલામાં સોસાયટીના પ્રમુખને માથાના ભાગે, આંખે અને પગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્ત પ્રમુખને પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક અસરથી લોહીલુહાણ હાલતમાં જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. તાલુકા પોલીસે ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ, સોસાયટીના રહીશોમાં આ ઘટનાને પગલે ભારે ભય અને આક્રોશનો માહોલ છે. સ્થાનિકો દ્વારા આ હિંસક કૃત્ય કરનારા આરોપીઓ સામે પોલીસ વહેલી તકે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી જોરદાર માંગ ઉઠાવવામાં આવી રહી છે.
📲Get App