🔥 TRENDING अनंत अंबानी ने 28 नवंबर 2026 को गोवर्ध... Ramayana Sets New Fourth Saturday Reco... Ex‑IPS Officer Alleges CBI Director Pr... Former Priest Arrested Over Alleged Se... NCST Summons BJD MP Sasmit Patra and 8... स्मैक तस्करी के दोषी को 7 साल की जेल:...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિલાઓ શિક્ષિત અને આત્મનિર્ભર બનશે તો જ વિકસિત ભારતનું સપનું સાકાર થશે : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 29 Nov 2026, 04:39 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિલાઓનું શિક્ષણ, આર્થિક સ્વાવલંબન અને સામાજિક સશક્તિકરણ એ વિકસિત ભારતના નિર્માણના પાયાના સ્તંભ છે. મહિલાઓએ પોતાની આવડત અને શક્તિને ઓળખી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ, તેમ ગુજરાત સરકારના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે યોજાયેલા મહિલા સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

૭૨ કલાકના વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ સંવાદમાં રાજ્યમંત્રીશ્રીએ મહિલાઓ સાથે સીધો સંવાદ કરી મહિલા શિક્ષણ, આર્થિક આત્મનિર્ભરતા અને સશક્તિકરણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દીકરીઓના શિક્ષણને પ્રાધાન્ય મળતાં આજે મહિલાઓ શિક્ષણ, વહીવટ, વ્યવસાય અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. સખી મેળા જેવા મંચો દ્વારા મહિલાઓ પોતાની હસ્તકલા અને ઉત્પાદનોનું વેચાણ કરી આર્થિક રીતે પગભર બની રહી છે. મહિલાઓમાં રહેલી આવડતને યોગ્ય તક મળે તો તેઓ પરિવારની સાથે સમાજની સમૃદ્ધિમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને અનિવાર્ય ગણાવી હતી. તેમણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનોના પરિણામે દીકરીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી હોવાનું જણાવી શિક્ષણ અને વ્યસનમુક્તિને સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી ગણાવ્યાં હતાં.

કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બનેલી મહિલાઓએ પોતાના અનુભવો અને સફળતાની વાતો રજૂ કરી હતી. આ સંવાદે મહિલાઓની ક્ષમતા, સંઘર્ષ અને આત્મનિર્ભરતાના પ્રયાસોને વ્યક્ત કરતું મંચ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિનાકિની ભગોરા, નાંદોદના મામલતદાર પદમાબેન ચૌધરી, નગરપાલિકાનાં પ્રમુખ શિવાનીબહેન મહેતા સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
📲Get App