🔥 TRENDING Meghalaya Government Orders SBI to Ref... ಇಂಡಿ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕ ಉಶವಂತರಯ ಗೌಡ ಪಾಟೀಲರಿ... காரைக்குடி பகுதியில் விவசாயிகளுக்கு ஏற... Tripura Congress MLA Alleges BJP Vote... ଏକଦଶହାହଃ ଭୋଜିକୁ ଯାଇଥିବା ବେଳେ ଘରେ କଳାକନ... Tripura Civic Polls See Over 80% Voter...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાળપણ બચાવો, ભવિષ્ય બચાવો : ચાટકાબેલીથી બાળ વિવાહ મુક્ત ભારતની પ્રતિજ્ઞા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 28 Nov 2026, 09:26 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો NEED24 NEWS,

નાની ઉંમર અને બળજબરીપૂર્વકના લગ્ન નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચાલી રહેલા ૧૦ દિવસીય જનજાગૃતિ અભિયાનની આજે લુણાવાડા તાલુકાના ચાટકાબેલી ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમનું આયોજન બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મહીસાગર, જિલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગર તથા ગાયત્રી સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના ચીફ ઓફિસર રેણુકાબેન મેડાએ શાબ્દિક સ્વાગત કરી અભિયાનની રૂપરેખા રજૂ કરી.

કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ મહીસાગરના ફુલ ટાઈમ સેક્રેટરી કે.ટી. ગુરનાની, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મહીસાગરના ચેરમેન મયંકભાઈ જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિગ્નેશ પંચાલ, મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.વી. બારીયા સહિતના મહાનુભાવોએ બાળ વિવાહના સામાજિક અને કાયદાકીય દૂષણો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.

આ તકે મહાનુભાવોના હસ્તે જનજાગૃતિ અંગેના પોસ્ટર અને સ્ટીકરોનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં, સૌએ બાળ વિવાહ મુક્ત સમાજ નિર્માણ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લીધી.

બાળ વિવાહ એ માત્ર પરંપરા નહીં, પણ બાળકના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. ચાટકાબેલીથી શરૂ થયેલો આ જાગૃતિનો સંદેશ હવે ગામે ગામ પહોંચે, એ જ સાચી ઉજવણી ગણાશે.

બાળપણને બચાવીએ, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ.
📲Get App