🔥 TRENDING વટવા વિસ્તારમાં ગાંજા સાથે આરોપી ધરપકડ... Sheikh Hasina Returns to Bangladesh, I... Emraan Hashmi’s ‘Gunmaaster G9’ Opens... 70 tonnes of Mahaprasad to be served t... India Announces U19 Women’s Cricket Sq... मनोहर सिंह भाटी ने बताया बेदु कला से
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષસ્થાને ખેડબ્રહ્મા વિકાસ સમીક્ષા બેઠક..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Nov 2026, 09:42 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ વિભાગોની કામગીરી અને સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી, ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વીજળી, જમીન ફાળવણી અને બીએસએનએલ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા ખાતે કાયદા અને ન્યાય તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની કામગીરી અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ,જિલ્લા વિકાસ અધિકારી એચ પી પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી.પાટીદાર અને પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

બેઠકમાં ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરીને વધુ વેગવાન બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમાં જમીન ફાળવણી, આદિજાતિ વિસ્તારોમાં વીજળીની લાઈનોની સુવિધા, બિનખેતીની અરજીઓનો નિકાલ, બીએસએનએલ કનેક્ટિવિટી તેમજ વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અને લાભાર્થીઓને યોજનાકીય લાભો પહોંચાડવા સહિતના મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રીએ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી અને જણાવ્યું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તારના નાગરિકો સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. વિકાસકાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને મંજૂર થયેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તે દિશામાં તમામ વિભાગોએ સંકલન સાથે કામગીરી કરવી જોઈએ. સાથે જ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
📲Get App