🔥 TRENDING Aryan Khan's Breakdown During NCB Prob... Two Young Men Die in Separate Well-Dro... Winter Fog Disrupts Rail Travel in Bih... Bhopal to Experience Power Outage on N... Bihar Agriculture Department Announces... Shiv Sena’s Sanjay Raut warns NCP, SP...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે આજે વિકાસનો ઉત્સવ ઉજવાયો હતો ધારાસભ્ય મહેશભાઇ કસવાલા હસ્તે ગામમાં સવા કરોડ રૂપિયા નાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને મંજરી આપવા આવી હતી

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 28 Nov 2026, 02:47 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે આજે વિકાસનો ઉત્સવ ઉજવાયો હતો ધારાસભ્ય મહેશભાઇ કસવાલા હસ્તે ગામમાં સવા કરોડ રૂપિયા નાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને મંજરી આપવા આવી હતી

સાવરકુંડલા....

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે આજે વિકાસનો ઉત્સવ ઉજવાયો હતો. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે ગામમાં સવા કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અપક્ષ પ્રતિનિધિઓ અને યુવાનોએ ભાજપનો કેસરીયો ધારણ કરતા રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.

સાવરકુંડલાના લુવારા ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કુલ 1.25 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 25 લાખ રૂપિયાના ખર્ચે નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ થયું છે. જ્યારે લુવારા અને ગોરકડાને જોડતા સામાકાંઠાના પુલના નિર્માણ માટે રૂપિયા એક કરોડની મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસંગે લુવારા ગામના સરપંચ પ્રતિનિધિ અશોકભાઈ બોરીચા અને ગાધકડા તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય પ્રતિનિધિ બાલસિંહભાઈ બોરીચા સહિત તેમની ટીમના યુવાનો ભાજપમાં જોડાયા હતા. તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયાના હસ્તે અપક્ષ પ્રતિનિધિઓ અને યુવાનોને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.

ત્યારે વિજપડી જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઇ ગોદાણી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ મોર ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર તાલુકામાં સૌથી વિકસિત ગામ એવા લુવારાએ એક વર્ષમાં સૌથી વધુ ગ્રાન્ટ મેળવીને વિકાસ કાર્યો કર્યા છે. ગ્રામ પંચાયત દ્વારા તમામ સુવિધાઓ અને કરોડો રૂપિયાના સદુપયોગ થકી લોકસેવાના કાર્યો કર્યા હોવાના તમામ હિસાબો પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવ્યા હતા.

ગામના વિકાસ અને લોકસેવાની કામગીરી બદલ ગ્રામજનોએ સ્થાનિક સરપંચ અશોકભાઈ બોરીચાની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં લુવારા સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બાઇટ, અશોકભાઈ બોરીચા લુવારા..


રિપોર્ટર સમીર ખોખર વીજપડી અમરેલી..
📲Get App