🔥 TRENDING HPUTWA Meets Himachal Governor to Reje... રાજ્યકક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પો... Security Sweep Launched at Firozpur Ca... Questions Raised Over Durgiana Temple... Jalandhar: 12 Farmers, Including 4 Wom... Ludhiana Hosts Disability Prevention C...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાપુનગરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન હોબાળો!

✍️ Reporter: Trikmani Mayankkumar 🗓 27 Nov 2026, 05:31 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન રોડ પર AMCના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન લારી-ગલ્લા ધારકો અને સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
દબાણ હટાવવાની કામગીરીને લઈને સ્થળ પર લોકો એકઠા થઈ ગયા હતા અને AMCની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પરિસ્થિતિ વણસતાં એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો થયાની માહિતી સામે આવી છે.
ઘટના દરમિયાન મહિલા પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણ મહિલાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવે સવાલ એ છે કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ? શું સ્થાનિક લારી-ગલ્લા ધારકોને પૂરતી જાણ કરવામાં આવી હતી? અને આ વિવાદનો ઉકેલ ક્યારે આવશે?
📍 સ્થળ: ભીડભંજન રોડ, બાપુનગર, અમદાવાદ.
📢 સમગ્ર ઘટનાનો વીડિયો જુઓ અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.
📲Get App