🔥 TRENDING ਪੰਜਾਬ ਅਤੇ ਹਰਿਆਣਾ ਹਾਈ ਕੋਰਟ ਵਿੱਚ 18 ਵਕੀਲ... Union Health Ministry Marks Constituti... सोलापूर सदर बाजार पोलीस ठाण्यात नागरिक... बिहार में फर्जी दस्तावेज़ों से जमीन हड... Tripura Votes: Urban Local Body Electi... Himachal Pradesh to Sell Water at ₹100...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. રાજ્યપાલશ્રીનો ગોલથરા ગામે ગ્રામજનો સાથે રાત્રિ સભામાં પ્રેરણાદાયી સંવાદ...

✍️ Reporter: Atul Thakor 🗓 27 Nov 2026, 09:50 AM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. રાજ્યપાલશ્રીનો ગોલથરા ગામે ગ્રામજનો સાથે રાત્રિ સભામાં પ્રેરણાદાયી સંવાદ...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામે રાત્રિ સભા યોજીને ગ્રામજનો સાથે મુક્તમને ભાવસભર સંવાદ કર્યો હતો; રાજ્યપાલશ્રીએ ગ્રામીણ વિકાસ, ઉત્તમ શિક્ષણ, દીકરીઓનું સશક્તીકરણ, વ્યસનમુક્તિ અને પ્રાકૃતિક ખેતી જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર ગ્રામજનોને પથદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું...

આ તકે પશુપાલન વિભાગના અધિકારીઓને દરેક ગામમાં શિબિરો આયોજિત કરી ખેડૂતોને નસ્લ સુધારણા વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા રાજ્યપાલશ્રીએ નિર્દેશ આપ્યા હતા; તેમજ આ રાત્રિ સભા દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે ગોલથરા ગામના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તથા વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું...
📲Get App