🔥 ट्रेंडिंग ਬਠਿੰਡਾ ’ਚ 27 ਨਵੰਬਰ ਨੂੰ ਰਾਤ 8 ਵਜੇ ਹੋਵੇਗ... आसाम सरकार और एयर्टेल ने ₹705 करोड़ डे... असम में 2 दिसंबर को नई 870‑बेड GMCH अस... સિંહણે મહિલા પર હુમલો કરતા પગના ભાગે ઈ... दिल्ली में गुरु तेग बहादुर के 350वें श... सौरव दास ने कहा, सरकार दबा रही है युवा...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ઇડરના ઝુમસર ગામે સર્વે નંબર-૫૦માં ૩૦ વર્ષથી વધુ સમયથી રહેલું દબાણ દૂર કરી ૧૪ ગરીબ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની કામગીરી પૂર્ણ*

✍️ रिपोर्टर: Alpeshkumar Amruthbai Patel 🗓 26 नव. 2026, 08:47 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇડરના ઝુમસર ગામે સર્વે નંબર-૫૦માં ૩૦ વર્ષથી વધુ સમયથી રહેલું દબાણ દૂર કરી ૧૪ ગરીબ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની કામગીરી પૂર્ણ*

*ઇડરના ઝુમસર ગામે સર્વે નંબર-૫૦માં ૩૦ વર્ષથી વધુ સમયથી રહેલું દબાણ દૂર કરી ૧૪ ગરીબ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની કામગીરી પૂર્ણ*
****
શાંતિપૂર્ણ માહોલમાં વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં સર્વે, માપણી અને પ્લોટની હદ નિશાન કરવાની કામગીરી હાથ ધરાઈ
***
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઝુમસર ગામે સર્વે નંબર-૫૦માં છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી રહેલું દબાણ દૂર કરવાની કામગીરી જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના સંકલનથી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.

ઝુમસર ગામના સર્વે નંબર-૫૦માં નવીન ગામતળની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કુલ ૧ હેક્ટર જેટલા ક્ષેત્રફળમાં ૧થી ૬૪ સુધીના કુલ ૬૪ પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૈકી ૧૪ ગરીબ પરિવારોને વિનામૂલ્યે રહેણાક પ્લોટનો લાભ મળી રહે તે હેતુથી દબાણ દૂર કરી પ્લોટની માપણી અને હદ નિશાન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન સરપંચશ્રી નરેશભાઈ પટેલ, તલાટી કમ મંત્રીશ્રી સરોજબેન, ઈડર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીશ્રી, સર્વેયરશ્રી, ફોરેસ્ટ સ્ટાફ, પી.એસ.આઈ. સહિત પોલીસ બંદોબસ્તની ઉપસ્થિતિમાં સર્વે નંબર-૫૦ની હદ નક્કી કરી ખૂંટા મારી હદ નિશાન કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મંજૂર લે-આઉટ પ્લાન મુજબ પ્લોટોની માપણી કરી પિલ્લર લગાવવામાં આવ્યા હતા. તેમજ લાભાર્થીઓને તેમની ફાળવવામાં આવેલી જગ્યાની ઓળખ સરળતાથી થઈ શકે તે માટે પ્લોટની ચારેય દિશામાં બ્લોક દ્વારા હદ નિશાન કરવામાં આવ્યાં હતાં.

આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને તમામ કામગીરી સુલેહ, શાંતિ તથા સુમેળભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

આ કામગીરી પૂર્ણ થતાં ૧૪ ગરીબ પરિવારોને પોતાના રહેણાક માટે જમીન ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે. આ માટે સરપંચશ્રી નરેશભાઈ પટેલે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગનો મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
***

રિપોટર અલ્પેશ પટેલ વડાલી
📲Get App