🔥 TRENDING অন্যায়ের বিরুদ্ধে প্রতিবাদ सड़क सुरक्षा पखवाड़ा: तीन सवारी और काल... ଡିସେମ୍ବର ୨୭ରୁ ଆରମ୍ଭ ହେବ ମାଲ୍ୟବନ୍ତ ମହୋତ... સીટી પોલીસએ ધાંગધ્રા મફતીયાપરા વિસ્તાર... રામાપીર યુવક આખ્યાન મંડળનું ફતાજી મુવા... 26 नवंबर 1949 को शुरू हुई भारत की नई य...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા પોલીસ દ્વારા હિમતનગર સજા વોરંટ ધરાવતા આરોપીને સફળતાપૂર્વક પકડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 10:18 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે વાઘેશ્વરી (ખેરગઢ) ગામમાં મહેન્દ્રભાઈ નાનજીભાઈ પરમારને કાયદેસર રીતે પકડ્યો..

સાબરકાંઠામાં-:
આજ 26 નવેમ્બર 2026 ના રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે હિમતનગરના નામદાર એડીશનલ ચીફ જયુડી મેજિસ્ટ્રેટની કોર્ટે જારી કરેલા સજા વોરંટ નંબર 19892/2025 હેઠળ આરોપી મહેન્દ્રભાઈ નાનજીભાઈ પરમારને પકડ્યો.સાબરકાંઠા વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાઓ મુજબ ડી એન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને મોહનભાઈ સોમાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ વાઘેશ્વરી (ખેરગઢ) ગામમાં સજા વોરંટ ધરાવતા આરોપીને શોધવા માટે સતત વોચ અને પેટ્રોલ ચલાવ્યું.રાત્રિના પેટ્રોલ દરમિયાન ખેરગઢ ઓ.પી.ઇન્ચાર્જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહનભાઈ સોમાભાઈને ખાનગી રીતે માહિતી મળી કે આરોપી વાઘેશ્વરી ગામમાં હાજર છે.ત્યારબાદ ટીમે ટીમવર્કથી આરોપીને ઝડપી પકડ્યો અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી એન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર,મોહનભાઈ સોમાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મુકેશકુમાર નટવરભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,પ્રકાશકુમાર નાનજીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જેવા અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને પ્રશંસા કરવામાં આવે છે.
📲Get App