🔥 ट्रेंडिंग संविधान दिवस पर बहराइच में 70 अंबेडकर... पश्चिम बंगाल ने 'पुलिस मित्र' आरंभ किय... गडकरी ने बंगाल के लिए एक लाख करोड़ रुप... महाराष्ट्र में रोडसाइड इट्री के शॉर्मा... महाराष्ट्र: फैंसी नंबर प्लेट विवाद में... फडणवीस ने मुंबई 3.0, 4.0 और नई धरवी के...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં બંધારણ ગૌરવ દિવસની ઉજવણી,ન્યાયાધીશો અને વકીલો સાથે..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 26 नव. 2026, 03:28 PM 👁 66
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

26 નવેમ્બરે હિંમતનગરમાં બંધારણ ગૌરવ દિવસની ઉજવણીમાં ન્યાયાધીશો, વહીવટી અધિકારીઓ અને લો કોલેજના વિદ્યાર્થીઓએ બંધારણના મૂલ્યો અને નાગરિક ફરજો પર ચર્ચા કરી..

સાબરકાંઠામાં-:
26 નવેમ્બરે હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે બંધારણ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમમાં ન્યાયાધીશો,કલેક્ટર,પોલીસ અધિક્ષક,વકીલો અને લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.મુખ્ય મહેમાનોમાં સાબરકાંઠા જિલ્લા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એમ પી પુરોહિત,જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાદું,જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ,સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા,હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલા,હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા અને ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,જિલ્લા સરકારી વકીલ હિરેન ત્રિવેદી અને બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર શર્મા સહિત ઉપસ્થિત રહ્યા..

વક્તાઓએ ભારતીય બંધારણની રચના લોકશાહી વ્યવસ્થામાં તેની ભૂમિકા અને નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. બંધારણના ઘડવૈયા ડૉકટર બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાના અન્ય મહાનુભાવોના યોગદાનને યાદ કરવામાં આવ્યું.કાર્યક્રમના અંતે લો કોલેજના વિદ્યાર્થીઓને બંધારણની પુસ્તિકા વિતરણ કરવામાં આવી અને ઉપસ્થિત મહાનુભાવોએ બંધારણ ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી,નાગરિકોમાં બંધારણીય અધિકારો,ફરજો અને લોકશાહી મૂલ્યો અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો.
📲Get App