🔥 ट्रेंडिंग કરજણ તાલુકામાં નામોની સરપંચ ચૂંટણી માટ... चीनी की कीमत ₹40 से ₹65 तक बढ़ने पर गन... खरगोन पुलिस की बड़ी कार्रवाई: शातिर बा... भारत ने यूएस के 25% टैरिफ खतरे को खारि... नई दिल्ली में पीएम मोदी करेंगे 'इमर्जि... જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા કક્ષા...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આધુનિક સમાજને નવો રાહ ચીંધતો જાળીયાનો સોલંકી પરિવાર

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 26 नव. 2026, 09:52 AM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આધુનિક સમાજને નવો રાહ ચીંધતો જાળીયાનો સોલંકી પરિવાર

સમાજને નવો રાહ ચીંધતી દેહદાનની પહેલને બિરદાવતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

સ્વ.ચકાભાઈ સોલંકી અને સ્વ.રાણીબહેન સોલંકીના દેહદાન થકી સોલંકી પરિવારે સમાજને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો

અમરેલી તા. ૨૫ નવેમ્બર
અમરેલી જિલ્લાના જાળીયા ગામના વતની અને તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી સંદીપભાઈ સોલંકીના પરિવાર દ્વારા દેહદાન (બોડી ડોનેટ) કરીને સમાજમાં એક ઉમદા અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વિગત મુજબ, અગાઉ તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ રાણીબેન ચકાભાઈ સોલંકીનું ૭૬ વર્ષની વયે કુદરતી અવસાન થયું હતું. તે સમયે પરિવારજનોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને તા. ૦૯/૦૧/૨૦૨૫ ના દિવસે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે તેમના દેહનું દાન કર્યું હતું.

યોગાનુયોગ, આ ઘટનાના ૧૧ માસ બાદ તા. ૨૪/૧૧/૨૦૨૬ ના રોજ તેમના પતિ ચકાભાઈ માણસુરભાઈ સોલંકીનું પણ ૮૨ વર્ષની ઉંમરે કુદરતી અવસાન થયું હતું. દુઃખની આ ઘડીમાં પણ સોલંકી પરિવારે ફરી એકવાર અમરેલી શાંતાબા મેડિકલ કોલેજને તેમનું પણ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. આમ, માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામાં વૃદ્ધ દંપતીના અવસાન બાદ બંનેનું દેહદાન કરીને સોલંકી પરિવારે સમાજને એક નવો અને પ્રેરક રાહ ચીંધ્યો છે.

કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આધુનિક સમાજને નવો રાહ ચીંધતી સોલંકી પરિવાર દ્વારા દેહદાનની આ ઉમદા પહેલને બિરદાવી હતી અને તે માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતીય સંસ્કૃતિમાં 'દાન'નો વિશેષ મહિમા છે, પરંતુ તેમાં પણ દેહદાનને સર્વશ્રેષ્ઠ મહાદાન ગણવામાં આવે છે. મૃત્યુ બાદ નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જતો હોય છે, પરંતુ જો તેનું દાન કરવામાં આવે તો તે તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ અને સંશોધન માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આજના યુગમાં જ્યારે કુશળ તબીબોની તાતી જરૂરિયાત છે, ત્યારે દેહદાન થકી ભાવિ ડોક્ટરોને માનવ શરીરની રચના સમજવામાં અને નવી સારવાર પદ્ધતિઓ વિકસાવવામાં મોટી મદદ મળે છે. આમ, દેહદાન કરનાર વ્યક્તિ મૃત્યુ બાદ પણ માનવજાતના કલ્યાણ માટે અમર બની જાય છે અને સમાજમાં પ્રેરણાનું ઝરણું વહેતું મૂકે છે.
📲Get App