🔥 TRENDING बहराइच में संविधान गौरव दिवस पर 70 स्थ... 25 ਸਾਲ ਪੰਜਾਬ ਨੂੰ ਲੁੱਟਣ ਵਾਲੇ ਅੱਜ ਕੁਰਸੀ... साई के मुख्य प्रशिक्षक ने पेंड्रा कबड्... Digha Temple Renamed: 'Dham' Dropped,... Mumbai Marks 18th Anniversary of 26/11... Odisha Approves ₹249 Crore Cyber Comma...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા પોલીસએ રામોસણા બ્રીજ પાસે પંકજ ગોવિંદજી ઠાકોરને ધરપકડ કરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 04:22 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોર્ડે ૨૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ રામોસણા બ્રીજની ચાની લારીમાં નાસતા ફરતા આરોપી પંકજ ગોવિંદજી ઠાકોરને ધરપકડ કરી..

મહેસાણામાં-:
પેરોલ અને ફર્લો સ્કોર્ડની ટીમ જે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાની સૂચના હેઠળ કાર્યરત હતી,તેમણે ૨૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૧૦ વાગ્યે રામોસણા બ્રીજની ચાની લારીમાં નાસતા ફરતા આરોપી પંકજ ગોવિંદજી ઠાકોરને ધરપકડ કરી.

આ કાર્યવાહી માટે સ્કોડના એ.એસ.આઈ. જયદિપસિંહ અને હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી માહિતી અનુસાર, પંકજ ગોવિંદજી ઠાકોર, જે શંકરપુરા, દૂધસાગર ડેરીની પાછળ રહે છે, પ્રોહિબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી) અને ૮૧ મુજબના ગુનામાં નાસતા ફરતા હતા.

ધરપકડ બાદ, પોલીસએ આરોપીની પત્ની નિશાબેન ગોવિંદજી ઠાકોરને મોબાઈલ દ્વારા જાણ કરી અને આરોપીનો કબજો કાયદેસરની કાર્યવાહી માટે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો.સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ બી ઝાલા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિનેશભાઇ રામજીભાઇ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ ખોડાજી, હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ કકુસીંહ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર વિરસંગભાઇ સહિતના સ્ટાફે ભાગ લીધો.
📲Get App