નર્મદામાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ ખાદ્ય સુરક્ષા તંત્રની મેગા ચેકિંગ ડ્રાઇવ, એક હોટેલને તાત્કાલિક સેલ્ફ ક્લોઝર
નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે હેતુથી રાજ્યભરમાં શરૂ કરાયેલા ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજપીપળાથી એકતાનગર સુધીના માર્ગ પર આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક સ્થળોએ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ સામે આવ્યા હતા.
તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ તપાસ ઝુંબેશમાં કુલ ૧૯ હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનું યોગ્ય પાલન ન કરતા ૬ એકમોને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન એક હોટેલમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આ હોટેલ પાસે ફરજિયાત ફૂડ લાયસન્સ ન હોવાનું તેમજ રસોડામાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણનો અભાવ હોવાનું જણાયું હતું. ખાદ્ય સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘનને પગલે તંત્રએ આ હોટેલને તાત્કાલિક અસરથી સેલ્ફ ક્લોઝર આપ્યું હતું.
આ ઉપરાંત તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી મળી આવેલી કુલ ૫૨ કિલોગ્રામ અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ યોગ્ય રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો અને ખાસ કરીને એકતાનગર પ્રવાસન ક્ષેત્ર તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોવાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ સંચાલકો ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે અત્યંત જરૂરી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે આગામી દિવસોમાં પણ સતત તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.