Agriculture
બોરવેલ તથા કૂવામાં સમય પેલાપાણી ખૂટતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
તૈયાર થવા આવેલ પાકને પાણી ન મળતા જગત ના તાત મુકાયો મુશ્કેલીમાં
લીલીયા તાલુકામાં વરસાદની ખેંચથી ખેડૂતોની ચિંતામાં વધારો
બોરવેલ અને કૂવાના તળિયાં ઊતરતાં કપાસ અને તુવેર જેવા પાકને પાણીની અછતની ભીતિ, પાક નિષ્ફળ જવાની આશંકાથી ખેડૂતો મુશ્કેલીમાં
લીલીયા મોટા | અજય વિરાણી
લીલીયા તાલુકામાં ચોમાસાની ઋતુ દરમિયાન પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતાં હવે તેની અસર ખેતી પર જોવા મળી રહી છે. ચોમાસાના અંતિમ તબક્કામાં વરસાદ ખેંચાઈ જતાં તાલુકાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર સતત નીચે ઉતરી રહ્યું છે. જેના કારણે બોરવેલ અને કૂવામાં પાણીના સ્તર ઘટી જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
હાલમાં લીલીયા તાલુકાના ખેડૂતોના ખેતરોમાં કપાસ, તુવેર સહિતના વિવિધ પાકો ઊભા છે. પરંતુ વરસાદના અભાવે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને સિંચાઈ માટે બોરવેલ તથા કૂવા પર આધાર રાખવો પડી રહ્યો છે. બીજી તરફ બોરવેલ અને કૂવામાં પાણી ઓછું થતા પાકને સમયસર પૂરતું પાણી આપવું મુશ્કેલ બની રહ્યું છે.
ખાસ કરીને કપાસ અને તુવેર જેવા પાકોને જરૂરી સમયે પાણી ન મળે તો પાકના વિકાસ પર વિપરીત અસર થવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. એક તરફ ખેતી પાછળ કરેલો ખર્ચ અને બીજી તરફ કુદરતની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં પૂરતો વરસાદ ન પડવાના કારણે હવે ખેતી માટે પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ઊભા પાકને બચાવવો મુશ્કેલ બની શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
ત્યારે સરકાર અને સંબંધિત કૃષિ વિભાગ દ્વારા લીલીયા તાલુકાના વરસાદની ખેંચનો સામનો કરી રહેલા વિસ્તારોની પરિસ્થિતિનો સર્વે કરવામાં આવે તેમજ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને સરકારી સહાય મળી રહે તેવી ખેડૂતોમાં માંગ ઊઠી રહી છે.