🔥 TRENDING Nepal Prime Minister’s Family Praises... British India to Celebrate 20 Years of... Rupa Biswas Sen Celebrates Inclusion o... Hassan to Host Thanksgiving Convention... Labour Minister to Use Fuel Cess for U... Karnataka Releases NEET PG Round‑2 Pro...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Science

મિનિસ્ટર ભુપેન્દ્ર યાદવ દ્વારા ન્યૂ દિલ્હી માં સમુદ્રી સંરક્ષણ માટે સમુદાય એવોર્ડ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 24 Nov 2026, 09:14 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change દ્વારા માછીમાર સહકારી મંડળી ને સંસ્થાને સમુદ્રી જીવવિવિધતા સંરક્ષણ માટે COMMUNITY CONSERVATION AWARD આપવામાં આવ્યો.

આજે ન્યૂ દિલ્હી માં ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change દ્વારા મહાવીર માછીમાર સહકારી મંડળી ને સમુદ્રી જીવવિવિધતા અને પર્યાવરણ સંરક્ષણમાં ઉત્તમ યોગદાન માટે COMMUNITY CONSERVATION AWARD સાથે સન્માનિત કરવામાં આવ્યું.

મંત્રાલયના માનનીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ દ્વારા આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો, જે સમુદ્રી પર્યાવરણની સુરક્ષા, સમુદ્રી પ્રાણીઓની રક્ષા અને માછીમારી સમુદાયમાં પર્યાવરણ જાગૃતિ વધારવા માટેની અમારી સતત કોશિશોનું પ્રતિબિંબ છે.

સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં સમુદ્રી કચરા નિયંત્રણ, પ્રજાતિ સંરક્ષણ પ્રોજેક્ટ, અને માછીમારોને પર્યાવરણમૈત્રી પદ્ધતિઓ અપનાવવા માટે તાલીમ શામેલ છે, જેનાથી સ્થાનિક સમુદાયમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે.

આ ગૌરવપૂર્ણ સન્માન માટે ભારત સરકાર અને મંત્રાલયનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ, અને તમામ સભ્યો, કાર્યકરો, માછીમારી સમુદાય અને સહયોગીઓને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવીએ છીએ.
📲Get App