🔥 ट्रेंडिंग स्कूल के छात्र को आने-जाने का रास्ता... ଝଲସିବ ସିଲଭର ସିଟି; ପ୍ରଥମଥର ଐତିହାସିକ ବାଲ... ଦଶମ ଶ୍ରେଣୀର ଛାତ୍ରଙ୍କୁ ଛୁରୀ ଭୁସିଲା ଅନ୍ୟ... बजप और अकाली दल ने पंजाब चुनाव में सभी... बीजेपी और अकाली दल आज पंजाब गठबंधन की... रेंज रोवर बिक्री विवाद में ज़ुबीन की प...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર ખાતે આર્મીના જવાનોનું ત્રણ જેટ પ્લેન સાથે આગમન, લોકોમાં ભારે ઉત્સાહ

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 24 नव. 2026, 02:34 PM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ : ૨૪/૧૧/૨૦૨૬
સાંતલપુર ખાતે આર્મીના જવાનોનું ત્રણ જેટ પ્લેન સાથે આગમન, લોકોમાં ભારે ઉત્સાહ

આજરોજ સાંતલપુર ખાતે ભારતીય સેનાના જવાનોએ ભારત માલા રોડ ઉપર ત્રણ જેટ પ્લેન લઈને સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી હતી.

આર્મીના જવાનોના આગમન સાથે જ સમગ્ર સાંતલપુર પંથકમાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું. જેટ પ્લેન જોવા માટે ભારત માલા રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાળકો, યુવાનો અને વડીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આર્મીના જવાનોએ સાંતલપુર તાલુકાની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને દેશની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવી હતી. યુવાનોને સેનામાં જોડાવા માટે પ્રેરણા આપી હતી અને શિસ્ત, દેશપ્રેમ અને ફરજનિષ્ઠા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સ્થાનિક લોકો દ્વારા આર્મીના જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

સાંતલપુર તાલુકામાં પ્રથમ વખત એક સાથે ત્રણ જેટ પ્લેનનું આગમન થતાં લોકોમાં આ ઘટના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અનેક લોકોએ જેટ પ્લેન સાથે ફોટા પડાવી આ ક્ષણને યાદગાર બનાવી હતી.

આ પ્રસંગે સાંતલપુરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App