🔥 TRENDING સંતરામપુરમાં ખેતીમાં કેમિકલ મુક્ત પદ્ધ... ಅರಕೆರೆ ತಾಲೂಕಿನಿಂದ ಕೈಬಿಟ್ಟು ಪುನಃ ದೇವದುರ... Senior IAS Officer Appointed Joint Sec... Kerala Releases Provisional List for N... સાંતલપુર ખાતે આર્મીના જવાનોનું પાંચ હે... Sabarimala Pilgrims Decline Amid Booki...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં સંવિધાન ગૌરવ દિવસની પત્રકાર પરિષદ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Nov 2026, 02:10 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંવિધાન ગૌરવ દિવસ – ૨૬ નવેમ્બરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સંવિધાનના મૂલ્યો અને ડૉકટર બાબાસાહેબ આંબેડકર જીના યોગદાન પર ચર્ચા થઈ..

સાબરકાંઠામાં-:
૨૬ નવેમ્બરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સંવિધાન ગૌરવ દિવસની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં સંવિધાનના મૂલ્યો,લોકશાહીની ગરિમા અને રાષ્ટ્રની એકતાના સંકલ્પ પર ચર્ચા થઈ.મુખ્ય વક્તા તરીકે ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધી સંવિધાનના મહત્વ અને લોકશાહીના જતન માટેના વિવિધ પાસાઓ રજૂ કર્યા..

પત્રકાર પરિષદમાં સાંસદ શોભનાબેન બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા ભાજપના હોદ્દેદારો,પદાધિકારીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમ દ્વારા સંવિધાનના ગૌરવશાળી ઇતિહાસ અને ડૉકટર બાબાસાહેબ આંબેડકર જીના યોગદાનને ઉજાગર કરીને લોકશાહી અને રાષ્ટ્રની એકતાની ભાવના મજબૂત કરવામાં આવી.
📲Get App