🔥 TRENDING मथुरा में सड़क दुर्घटना से 4 लोगों की... पुलिस झण्डा दिवस पर अपर पुलिस अधीक्षक... গোবরা সার্বজনীন শ্রী শ্রী জগদ্ধাত্রী প... *डी. एस. कमळे गुरुजी कम्प्युटर इन्स्टि... Anand Rathi Analyst Recommends Vishal... Jharkhand Students Protest Over JPSC-J...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

હિંમતનગરમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ રેલીનું પ્રસ્થાન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Nov 2026, 02:23 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા હિંમતનગર ખાતે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલીનું આયોજન કરાયું..

સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા હિંમતનગર ખાતે 'એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.જનઆરોગ્યની જાળવણીના ઉમદા હેતુ સાથે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં એન્ટિબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. તબીબી સલાહ વિના બિનજરૂરી દવાઓ લેવાથી થતા નુકસાન અને તેનાથી બચવા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો..

આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર,ઇન્ચાર્જ સી ડી એચ ઓ કિશોરસિંહ ચારણ,તાલુકા હેલ્થ ઓફિસર રાજેશભાઈ પટેલ,ઈ એમ ઓ પ્રવીણભાઈ ડામોર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા સૌએ સહયોગ આપ્યો.આ અભિયાન દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે દવાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અને જાગૃત નાગરિક બનવાની પ્રેરણા આપવામાં આવી.
📲Get App