🔥 TRENDING सिटी कोतवाली पुलिस ने सार्वजनिक स्थानो... बिलासपुर में युवक की आग लगने वाली मौत... Model Code of Conduct Anticipated Afte... Congress MLA Dhami Stirs Controversy a... Selja Calls Sonia Gandhi’s New Book ‘I... Multi-Lane Free-Flow Tolling Planned f...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

જામનગરમાં અસામાજિક તત્ત્વો બેફામ! નશીલા પદાર્થો પર દરોડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો, એક ખાખીધારી લોહીલુહાણ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 23 Nov 2026, 12:37 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર પોલીસ વિભાગની એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત રવિવારે(22 નવેમ્બર) રાત્રિના સમયે જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ મથક હેઠળના બાલાજી પાર્ક વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઉપર અચાનક પથ્થરમારો કરવામાં આવતાં એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો બનાવ બન્યો હતો.
નશીલા પદાર્થો પર દરોડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ ટીમ નશીલા પદાર્થો સંબંધિત બાતમીના આધારે દરોડાની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન અચાનક પોલીસ પાર્ટી ઉપર પથ્થરમારો થતાં દિગ્વિજયસિંહ નામના પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પથ્થરમારામાં તેમના માથામાં ઇજાઓ થવાથી ભારે રક્તસ્રાવ થયો હતો તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી. બંને પોલીસ કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં થઈ જતાં તાત્કાલિક સારવારની જરૂર ઊભી થઈ હતી.

એક ખાખીધારી લોહીલુહાણ

બનાવની જાણ થતાં જ 108ની એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક બાલાજી પાર્ક વિસ્તારમાં પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ એલ.સી.બી. અને સિટી-સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સંભવિત હુમલાખોરો તથા બનાવમાં સંડોવાયેલા શખસોની શોધખોળ માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું.

હાલમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને જી.જી. હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ પાર્ટી ઉપર થયેલા આ અચાનક હુમલાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App