🔥 ट्रेंडिंग टीवी टुडे को राहत: दिल्ली हाई कोर्ट ने... कच्चे तेल की गिरावट के चलते पेट्रोल‑डि... SMAT ಟೂರ್ನಿಯಲ್ಲಿ ವಿದರ್ಭ ಗುಜರಾತ್ ವಿರುದ್... दिल्ली पुलिस अधिकारी ने SUV मांग पर 'ब... हरियाणा में शादी के दिन दूल्हा गायब, द... ತಿಲಕ್ ವರ್ಮಾ: ಪಾಕಿಸ್ತಾನ 'ಎ' ವಿರುದ್ಧ 48...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સોગાડિયા : હાસ્ય અને વ્યંગ થકી આદિવાસી સમાજને જાગૃત કરતી અનોખી લોકકળા

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 23 नव. 2026, 11:23 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લા સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં ‘સોગાડિયા’ લોકકળા લોકસંસ્કૃતિની આગવી ઓળખ બની છે. પુરુષ કલાકારો સ્ત્રીનો વેશ ધારણ કરી સાડી, આભૂષણો અને આકર્ષક શણગાર સાથે ગીત, નૃત્ય, હાવભાવ અને રમૂજી સંવાદો દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડે છે.

ખાસ કરીને દેવમોગરાના યાહા મોગી પાંડોરી માતાજીના શિવરાત્રી મેળા તેમજ ભાદરવા દેવ ભાથીજી મહારાજના મેળા અને વરઘોડામાં સોગાડિયાની રજૂઆત મેળાની રોનક વધારે છે. તેમની અનોખી અદાઓ અને હાસ્યસભર કાર્યક્રમો શ્રદ્ધાળુઓ તથા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

સોગાડિયા માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી. તેઓ અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસન, સામાજિક અસમાનતા અને અન્ય બુરાઈઓ સામે હાસ્ય, નાટક અને વ્યંગ દ્વારા સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. ગંભીર વાતોને હળવી રમૂજમાં રજૂ કરીને લોકો સુધી સામાજિક સુધારાનો સંદેશ પહોંચાડે છે.

આધુનિક મનોરંજનનાં માધ્યમો વચ્ચે પણ આ લોકપરંપરાનું મહત્વ જળવાઈ રહ્યું છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ અને વારસાની ઓળખ સમાન સોગાડિયા લોકકળાને જીવંત રાખવા સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન, યોગ્ય મંચ અને નવી પેઢીનો સહકાર જરૂરી છે.

આમ, સોગાડિયા એટલે માત્ર સ્ત્રીના વેશમાં પુરુષ કલાકારોની મનોરંજક રજૂઆત નહીં, પરંતુ હાસ્ય, નૃત્ય, સંસ્કૃતિ અને લોકજાગૃતિનો અનોખો સંગમ છે. હસતાં-હસતાં સમાજને વિચારતા કરવાની શક્તિ ધરાવતી આ લોકકળા આદિવાસી વારસાની અમૂલ્ય ધરોહર છે.
📲Get App