🔥 TRENDING નર્મદામાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ... Anandraj Ambedkar Issues Statement on... UP Deputy CMs Criticise SP Chief Akhil... ਡਿਬਰੂਗੜ੍ਹ ਜੇਲ੍ਹ ਪਹੁੰਚੇ MP ਅੰਮ੍ਰਿਤਪਾਲ ਸ... Delhi-NCR to Cut Air Pollution by 20%... BJP Faces Data Dilemma Ahead of 2024 G...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર-અમદાવાદ હાઇવે પર બસમાં ટાયર ફાટતાં આગ લાગી, મુસાફરોનો ચમત્કારિક બચાવ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Nov 2026, 01:34 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે સવારે એક ખાનગી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી. સદનસીબે, બસમાં સવાર તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હોતી..

સાબરકાંઠાના-:
હિંમતનગરથી અમદાવાદ જતા નેશનલ હાઇવે પર સાબરદાણ સામે આજે સવારે એક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ઉદેપુરથી મુસાફરોને લઈને અમદાવાદ જતી આ બસનું પાછળનું ટાયર ફાટ્યા બાદ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી પોતાનો સામાન લઈને સુરક્ષિત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી..

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરથી પ્રાંતિજ તરફ જતા રસ્તે હાજીપુર બ્રિજ ઊતર્યા બાદ એઆર અંજલિ બસ ટ્રાવેલ્સની બસનું ચાલક તરફનું પાછળનું ટાયર અચાનક ફાટ્યું હતું.ટાયર ફાટ્યાની સાથે જ બસમાં આગ લાગી હતી. આગ જોઈને બસમાં સવાર મુસાફરોએ તાત્કાલિક બસમાંથી ઉતરી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો.બસમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાસ્થળે તાત્કાલિક બે ફાયર ફાઇટર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ બસને ઠંડી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી ફરીથી આગ ન લાગે.આ ઘટનાની જાણ થતાં 112ની ટીમ અને હાઇવે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે હાઇવે પર વાહનોની અવરજવરને નિયંત્રિત કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી હતી અને આ ઘટના અંગે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
📲Get App